fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં “મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલા ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “મેરી મિટ્ટી મેરા દેશ”ના નેજા હેઠળ માટીના કોડિયા દ્વારા દીપ પ્રાગટ્ય અમૃત કળશ માટે માટીના કળશમાં માટી અને અક્ષત વડે માતૃભૂમિને સન્માન અર્પણ કર્યું.હોમગાર્ડ્સ જવાનોનું સન્માન, “પંચ-પ્રણ-પ્રતિજ્ઞા”  જેવા કાર્યક્રમો યોજાયાં હતા,જેમાં મુખ્ય મહેમાન શ્રી પ્રવીણભાઈ સાવજ કે જેઓ તાલુકા હોમગાર્ડ્સ કમાન્ડર છે,ઉપસ્થિત રહ્યાં હતાં,તેઓએ વિદ્યાર્થીની બહેનોને દેશ-પ્રેમની ભાવના સમજાવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું,આ પ્રસંગે તેમના હોમગાર્ડ્સ સાથી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં, કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી.ડી.એલ ચાવડા સાહેબે એન.એસ.એસ અંતર્ગત સરકાર શ્રી અને યુનિવર્સિટી દ્વારા આયોજિત આવા કાર્યક્રમોથી યુવા-વર્ગની ભાગીદારી વધશે અને વ્યક્તિત્વનું શિષ્તબધ્દ્ધ ઘડતર થશે તેમ જણાવ્યું. પંચ-પ્રણ પ્રતિજ્ઞા  એન.એસ.એસના સાથી સહાયક ડો.કે.પી.વાળાસાહેબે  લેવરાવી હતી, આભાર દર્શન પ્રો. છાયાબેન શાહે કર્યું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડો. હરિતા જોશીએ કર્યું તથા એન.એસ.એસના આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના સ્વયં- સેવિકા બહેનો, વિદ્યાર્થીની બહેનો તથા સમગ્ર સ્ટાફે પણ ખૂબ સહયોગ કરેલ હતો.

Follow Me:

Related Posts