fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા  પ નિત્યલીલા પૂજયપાદ શ્રી વીઠ્ઠલેશરાયજી મહારાજ શ્રી નો ૧૦૬ મો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. 

સાવરકુંડલા ખાતે ગતરોજ તારીખ ૨૧-૮-૨૦૨૩ ને સોમવાર શ્રાવણ શુદ પ ના નિત્યલીલા પૂજ્યપાદ શ્રી વીઠલેશરાયજી મહારાજ શ્રી નો ૧૦૬  મો પ્રાગટ્ય ઉત્સવ શ્રી પુરુષોતમલાલજી મહારાજ શ્રી ના સાનિધ્યમાં અતિ ધામધુમથી સંપન્ન થયો હતો  જેમાં સવારથી ગામના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાથી   વૈષ્ણવોની આવવામાં લાઇનોની કતાર લાગી હતી પુરતા પોલીસ બંદોબસ્તથી સૌ વૈષ્ણવો પોતાના વાહનો પાકઁ કરીને જઈ રહ્યા હતા માનવ મેહરામણ ઉમટી રહ્યો હતો સવારે મંગળાદશઁન બ્રહ્મસંબંધ તથા નંદમહોત્સવ પલના દર્શનનો આનંદ પામી હજારો વૈષ્ણવો એ નંદ ઘેર આનંદ ભયો મનાવી ખુબ જ ધન્યતા અનુભવી હતી

ત્યાર બાદ શ્રી વીઠલેશરાયજી મહારાજશ્રીના ચિત્રજીને તીલક આરતી માળા અર્પણ મુખ્ય મનોરથી હસુભાઈ પટોળીયા ઓળીયા પરિવારના હસ્તે કરવામાં આવેલ ત્યાર બાદ આપશ્રીના પાદુકાજી ને કેસરસ્નાન  હજારો વૈષ્ણવોએ કરાવી પુજ્યશ્રીના આશીષ મેળવેલા કીતઁન મંડળી ખુબ જ ભાવપુવઁક કિર્તન પદગાન કરી આપશ્રી તથા વૈષ્ણવોને મુગ્ધ કરેલ ત્યાર બાદ શ્રી મહાપ્રભુજી બેઠકજીની કમિટિ દ્વારા તેમજ દરેક સલગ્ન કમિટિ તેમજ મનોરથી સહ મનોરથીઓના સહકારથી હજારો વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો આપશ્રીના આશીષથી તેમજ શ્રી મહાપ્રભુજી બેઠકજી કમીટીની તથા સંલગ્ન સંસ્થાઓના સહકારથી આજનો ઉત્સવ અતિ આનંદથી પૂર્ણ થયેલ નગરપાલિકા પોલીસ સ્ટેશન તથા મામલતદાર સાહેબ તથા સોની સાહેબ પી૰ આઈ તેમજ ભાજપના હોદેદારો હવેલી ના કમીટી સભ્યોએ પણ હાજરી આપેલ તથા ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી શુભેચ્છા વ્યકત કરેલ

તેમજ મનોરથી સહમનોરથી તેમજ  આજના ઉત્સવમાં સાથ સહકાર આપનાર નામી અનામી સૌનો કમિટિ વતી વિજયભાઇ વસાણી, રાજુભાઈ શીંગાળા તથા કાંતીભાઈ   કનુભાઈ વલભભાઈ  તથા દરેક કમિટિ સભ્યો એ દરેકનો હાર્દિક આભાર માનેલ તેમજ આવતા વરસના  ઉત્સવોના મનોરથીઓએ પણ ભાવપૂવઁક પોતાના નામો જાહેર કરેલા  છે તથા હવે જે ભાદરવા માસમાં આવશે તેમાં  સમૂહ માળા પહેરામણી દાન મનોરથ ઉત્સવ આપશ્રીના સાનિધ્યમા ઉજવવામા આવશે એમ વિજયભાઇ વસાણી જણાવેલ છે

Follow Me:

Related Posts