અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૨ મી પુણ્યતિથિ નિમિત્તે અલૌકિક અનુભૂતિ  પ્રાપ્ત થાય તેવો ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજાશે.

સાવરકુંડલા શહેરમાં સેવાના ધામ સમા કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૨ મી પુણ્યતિથિ નિમિત્તે અલૌકિક અનુભૂતિ સભર ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.સાવરકુંડલામાં તારીખ ૪ અને ૫ મી સપ્ટેમ્બરના રોજ સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૨મી પુણ્યતિથિ નિમિત્તે મહોત્સવ અને સંત સાગરદાસની સમાધી મંદિરનો  લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ પાવન પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે સત્સંગ, ધર્મસભા, મહાપ્રસાદ, ગરબા, ધ્વજારોહણ, શોભાયાત્રા જેવાં કાર્યક્રમો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે.

આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે અને પ્રસંગની દિવ્ય અનુભૂતિનો લ્હાવો લેશે. એમ સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મહંતશ્રી નારાયણદાસ સાહેબની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.આ પ્રસંગનો લ્હાવો લેવા માટે ભાવિકોને  હાર્દિક નિમંત્રણ પણ પાઠવવામાં આવી રહ્યાં છે. પ્રસંગની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.

Related Posts