fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ વાટલીયા બોર્ડીંગ ખાતે તેના વિશાળ હોલમાં શબદ ગૃપ દ્વારા આયોજિત ‘અમરત પિયાલા’ વાંચન અભિયાનનો પ્રથમ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. 

ગત વર્ષે મેઘાણી જ્યંતીના રોજ  અને શ્રી સર્વોદય સરસ્વતી વિદ્યાલય બાબાપુર અને આઝાદીના અમૃત મહોત્સવ રૂપે શરુ થયેલ આ પુસ્તક અભિયાન અવિરત રૂપે શરુ રહેશે એવા સંકલ્પ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

       કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી શાંતિભાઈ રાણીંગા સાથોસાથ શ્રી જ્યંતીભાઈ ખડદીયા, શ્રી રજનીભાઇ, શ્રી અમરશીભાઈ, શ્રી ધીરુભાઈ, શ્રી મનીષભાઈ વિંઝુડા, શ્રી અલ્પાબહેન રાવળ, શ્રી હર્ષાબહેન ચૌહાણ, શ્રી ધર્મેન્દ્રભાઈ કનાલા, શ્રી પાંધી સાહેબ, શ્રી ભૂરાણીભાઈ, શ્રી નિર્મળભાઈ ઠાકર,શ્રી વિજયભાઈ મહેતા તેમજ સાવરકુંડલાના સૌ વાંચક મિત્રો હાજર રહ્યા હતા.અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મેઘાણી વંદના બાદ વાંચન અભિયાન વિશે અમિતભાઇ ચાવડાએ કાર્યક્રમના હેતુની વાત તેમજ ભવિષ્યમાં બાળવિભાગ શરુ કરવાની વાત કરી હતી. સૌ વાંચક મિત્રોએ આ વાંચન અભિયાન દ્વારા યોગ્ય દિશાનું સર્જનાત્મક કાર્ય થઇ રહ્યું છે તેવા અભિપ્રાય આપવામાં આવ્યા હતા.

શ્રી શાંતિભાઈ રાણીંગાએ ઉપસ્થિત સૌ વાંચક મિત્રોને શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે ગાયન સાથે ઊંડાણપૂર્વક વાત કરી હતી.શબદ મિત્ર મનસુખભાઇ વાળા દ્વારા આ કાર્યક્રમ હવેથી દર મહિનાનાં છેલ્લા રવિવારે પ્રજાપતિ વાટલિયા બોર્ડિંગ ખાતે યોજાતો રહેશે તેવી ખાતરીપૂર્વકની વાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં  વિપુલભાઈ કંટારીયા , શૈલેષભાઇ ખીમસુરિયા, જેસીંગભાઇ જીતિયા , રાહુલભાઈ ગોહિલ , રમેશભાઈ વાઘેલા , પ્રવીણભાઈ કુરિયા, સંજયભાઈ પુધેરા વગેરે શબદ મિત્રોના સહકાર અને સમન્વયથી અમરત પિયાલા વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો.  આ શૃંખલામાં ૭૦ જેટલા વાંચક મિત્રો પુસ્તકો વાંચવા લઇ ગયા હતા..

Follow Me:

Related Posts