અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય રમત-ગમત દિવસની ઉજવણી કરવામાં આવી. 

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલાના એન.એસ.એસ વિભાગ દ્વારા હોકીના દિગ્ગજ રમતવીર મેજર ધ્યાનચંદનો જન્મદિન કે જે દિવસને “રાષ્ટ્રીય ખેલ દિવસ” તરીકે ઉજવવા અંગે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી અને રાજ્યના એન.એસ.એસ વિભાગ દ્વારા આદેશ થતાં આજરોજ ૨૯/૮/૨૦૨૩ના રોજ કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ.ચાવડા સાહેબ સમગ્ર સ્ટાફ-ગણ વિદ્યાર્થીની બહેનો સૌએ સાથે મળી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો,જેમાં ક્રિકેટ્ ખો-ખો, ટેબલ-ટેનિસ, બેડમિન્ટન જેવી રમતો રમાડવામાં આવી,આ અંગેની પૂર્વ તૈયારીઓ પ્રોગ્રામ ઓફિસર ડો. હરિતા જોશી અને ડો. કે.પી.વાળા દ્વારા કરવામાં આવેલી હતી

Related Posts