સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલાની વિદ્યાર્થીની વાઘેલા હેતલ બળવંતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એન.એસ.એસ.વિભાગ દ્વારા યોજાયેલ Pre RD camp ma પસંદ પામેલ ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઇન્ટર યુનિવર્સિટી Pre RD camp ma પસંદ થઈ આગામી ૧/૧૧/૨૦૨૩ થી ૧૦/૧૧/૨૦૨૩ સુધી વિજયવાડા (આંધ્રપ્રદેશ)ખાતે પરેડમા ભાગ લેવા જશે શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા , મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ વાટલીયા,વિભાગીય ટ્રસ્ટીશ્રી કનુભાઈ ગેડીયા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડી.એલ.ચાવડા,પ્રોગ્રામ ઓફિસર ડો.હરિતાબેન, કો-ઓડીનેટર ડો.કે.પી.વાળા તથા સમગ્ર સ્ટાફ પરિવાર વાઘેલા હેતલ બળવંતભાઈને અભિનંદન તથા શુભકામનાઓ પાઠવેલ છે.
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિની વાઘેલા હેતલ બળવંતભાઈએ કોલેજનું ગૌરવ વધાર્યું.

Recent Comments