શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં નવરાત્રિ નિમિત્તે રાસ- ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીની બહેનોએ મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો શુભારંભ માતાજીની આરતીથી કરવામાં આવ્યો.તથા કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ. ચાવડા સાહેબે બહેનોને શુભેચ્છા પાઠવી કાર્યક્રમને ખુલ્લો જાહેર કર્યો. આ કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક વિભાગના કન્વીનર પ્રો.ડો.રુકસાનાબેન કુરેશી અને ડો.હરિતાબેન જોષીએ કરેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ મિત્રોએ પણ પૂર્ણ સહયોગ આપેલ છે. કોલેજની બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવા અતિથિ વિશેષ શ્રીમતી શાંતિબેન ચાવડા પણ ઉપસ્થિત રહેલ હતાં.
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં નવરાત્રિ ગરબા- મહોત્સવ ઉજવાયો.

Recent Comments