નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા સાંસ્કૃતિક પર્વ અંતર્ગત નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય આરતી દ્વારા કરવામાં આવી હતી શાળાની વિદ્યાર્થીની બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો સાથો સાથ ટ્રેડિશનલ રાસ ગરબાને ધ્યાનમાં રાખી જુદી જુદી સ્પર્ધામાં પ્રાપ્ત કરેલ નંબરને શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા સુપરવાઇઝર શ્રી નીતાબેન ત્રિવેદી તેમજ સમગ્ર શાળા પરિવારના હસ્તે ઇનામો આપી વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી. સાથોસાથ નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા ઉપ-પ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ ટ્રસ્ટી શ્રી કનુભાઈ ગેડિયાની ઉપસ્થિતિ રહી હતી તમામ નંબર પ્રાપ્ત વિદ્યાર્થીની બહેનોને ઇનામ શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા પ્રાપ્ત થયેલ હતા આ કાર્યક્રમના અંતમાં પ્રસાદી આપવામાં આવી હતી.
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત “શ્રી શા.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી”

Recent Comments