સાવરકુંડલા શહેરમાં આવેલ પે સેન્ટર શાળા નંબર એકમાં મહા કવિ સુબ્રહ્મણીયમ ભારતીની જન્મ જયંતિ નિમિત્તે ભાષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ મહા કવિ સુબ્રહ્મણીયમ ભારતીના જન્મ જયંતી નિમિત્તે ભાષા ઉત્સવની ખૂબ જ સુંદર ઉજવણી થઈ હતી .”માય સિગ્નેચર ઈન માય મધર ટંગ” થીમ આધારિત ગ્રીન બોર્ડ પર મોટા પ્રમાણમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની સહી લેવામાં આવી .આ તકે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા .
આ ઉપરાંત ભાષા શિક્ષક શ્રી શિલ્પાબેન દેસાઈ તથા દીપ્તિબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ પાંચ થી આઠના વિદ્યાર્થીઓ વચ્ચે વકતૃત્વ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,ગાયન સ્પર્ધા યોજાઈ હતી .શાળામાંથી કુલ ૩૬ વિદ્યાર્થીઓએ અનેકવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વળી ભાષા શિક્ષકો દ્વારા જુદી જુદી ભાષાકિય રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ પાંચના શિક્ષિકાબેન શ્રી હેતલબેન ચોટલીયાએ સુંદર ભાષા રમતો રમાડી હતી. શિલ્પાબેન દેસાઈ દ્વારા ભાષાનું મહત્વ તેમજ દીપ્તિબેન ડોડીયા દ્વારા માતૃભાષા બાળકના વિકાસ માટે કઈ રીતે ઉપયોગી બને તે અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ.આ સાથે ઝવેરચંદ મેઘાણી, કવિ ન્હાનાલાલ, સુંદરમ વગેરે સાહિત્યકારોના જીવન ચરિત્રનું યુટ્યુબ પરથી નિદર્શન કરાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવેલ .માનનીય આચાર્ય સાહેબ શ્રી મહેશભાઈ જાદવ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવેલ.
Recent Comments