અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી  વી. ડી કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે મેગા થેલેસેમિયા કેમ્પ યોજાયો 

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી આજરોજ તા.૨૯-૧૨-૨૩, શુક્રવારના રોજ મેગા થેલેસેમિયા કેમ્પનું જુદી જુદી ચાર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ તે કેમ્પ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. થેલેસેમિયા કેમ્પની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ.પ્રિ.ડો.એસ સી.રવિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતગાર કરેલ તેમજ વિદ્યાર્થીઓને  ૧૦  મિનિટની વીડિયો ક્લિપ દ્વારા થેલેસેમિયા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.

આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડો.જે.બી.વડેરા, વાઈસ પ્રેસિડેન્ટ ડો.પીપળીયા,સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ (ગજાનંદ લેબોરેટરી), ખેતાણી પરિવાર ફાઉન્ડેશન ના શ્રી અષ્ટકાંતભાઈ સૂચક, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના ડીવાયએસપી શ્રી હરેશભાઈ વોરા, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી ઉપ-પ્રમુખશ્રી પ્રતિકભાઇ નાકરાણી, સદસ્ય શ્રી અશોકભાઈ ચૌહાણ, કિશોરભાઈ બુહા તેમજ નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા,મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા,વિભાગ ટ્રસ્ટી  અનિલભાઈ રૂપારેલ, ટ્રસ્ટી વિનુભાઈ રાવળ, કારોબારી સભ્ય  ગુણવંતભાઈ ત્રિવેદી,મહિલા કોલેજના પ્રિ.ડો.ડી.એલ.ચાવડા, પત્રકાર મિત્રો તથા અન્ય મહાનુભાવોની આ કેમ્પમાં વિશેષ ઉપસ્થિતિ રહેલ.

પ્રિ.ડો.એસ.સી.રવિયાએ તમામ મહાનુભાવોનું ખેતાણી પરિવાર ફાઉન્ડેશન તરફથી શાલ અને મીઠાઈથી સ્વાગત કરેલ તેમજ થેલેસેમિયા કેમ્પમાં સતત ત્રણ વર્ષથી જેમનો આર્થિક સહયોગ રહ્યો છે તેવા ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સાવરકુંડલા તાલુકામાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કરેલ.  હરેશભાઈ વોરા સાહેબ ડીવાયએસપી સાવરકુંડલાએ પ્રાસંગિક ઉદબોધન કરેલ તેમજ વિદ્યાર્થીઓએ ચિંતામુક્ત બની કારકિર્દીમાં સંપૂર્ણ સજ્જતા કેળવવા માર્મિક ટકોર કરેલ. પ્રિ.ડો.એસ.સી.રવિયાએ આભાર વિધિ કરેલ ત્યારબાદ મેગા થેલેસેમિયા કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્રાન્ચના ટેકનીશીયનો દ્વારા આ થેલેસેમિયા ટેસ્ટની સમગ્ર કામગીરી પ્રશંસનીય રીતે કરવામાં આવેલ. કેમ્પને સફળ બનાવવામાં કોલેજના એનએસએસ વોલિએન્ટર્સ, એનસીસી કેડેટ તથા સૌ સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Related Posts