અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ પે સેન્ટર શાળા નંબર એક ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી 

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત પે સેન્ટર શાળા નંબર ૧ માં શાળા સલામતી સપ્તાહની ઉજવણી તારીખ ૨૯-૧-૨૪ થી ૩-૨-૨૪  સુધી સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી વૈશાલીબેન ઉંનડકટ તેમજ જાગૃતિબેન ભાલીયાના માર્ગદર્શન હેઠળ સરસ રીતે કરવામાં આવી. જે અંતર્ગત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બાળકોએ સ્માર્ટ ટીવીના માધ્યમથી નિહાળ્યું અને પોસ્ટર ચાર્ટ તેમજ આઈ. ઈ. સી. ઓડિયો વીડિયોના માધ્યમથી બાળકોને આપત્તિ અંગેની સમજ આપવામાં આવી શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વકૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો

આ ઉપરાંત આગ લાગે ત્યારે ફાયર એક્સટેન્ઝ્યુસર અગ્નિશામક કઈ રીતે કામ કરે છે તેની પ્રત્યક્ષ સમજ શાળાના શિક્ષક હિતેશભાઈ તથા જયસુખભાઇ દ્વારા આપવામાં આવી તથા ૧૦૮ ની ટીમે પણ પ્રાથમિક સારવાર વિશે ખૂબ સરસ માહિતી આપી .આ સપ્તાહ અંતર્ગત યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં ચાવડા વૈભવએ પ્રથમ નંબર તથા ચિત્ર સ્પર્ધામાં જોગદીયા અલ્પેશે પ્રથમ નંબર મેળવ્યો .આ ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં મૈસુરિયા પ્રેમ અને કડેવાળ ગૌતમે બીજો નંબર તથા દેગડા કેવિન અને વૈભવ ધોળકિયાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો આ તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યામ વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય સાહેબશ્રીએ અભિનંદન આપેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે  જહેમત ઉઠાવેલ.

Related Posts