સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નબર એકના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવવામાં આવી
રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત Ten days bagless પ્રોગ્રામને અનુલક્ષીને તેમજ હિન્દી વિષયમાં ધોરણ છ- ‘પુસ્તક હમારી મિત્ર, ધોરણ સાત -‘દેશ કે નામ સંદેશ’ તેમજ ધોરણ આઠ- ‘પત્ર એવમ ડાયરી’ ના પ્રોજેક્ટ કાર્ય અંતર્ગત પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના વિદ્યાર્થીઓને તારીખ ૩-૨-૨૪ ના રોજ શાળાના શિક્ષિકાબહેન શ્રી શિલ્પાબેન દેસાઈ તેમજ દીપ્તિબેન ડોડીયા દ્વારા ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને મણીભાઈ ચોક સ્થિત પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવવામાં આવી. ધોરણ છ ના બાળકોએ હિન્દી ભાષામાં જાતે જ પત્ર લખ્યા અને પોતાની જાતે જ ટપાલ પેટીમાં નાખ્યા જેનો બાળકોમાં ખુબજ આનન્દ હતો.પોસ્ટ ઓફિસની મુલાકાત દરમિયાન પત્ર કેવી રીતે પોસ્ટ ઓફિસમાં ફોરવર્ડ થાય ,
કઈ રીતે પત્ર યોગ્ય સરનામે પહોંચે તેમજ પોસ્ટ ઓફિસની વિવિધ યોજના અંગે તેમજ વિવિધ ટિકિટો આંતરદેશીય પરબીડિયા તેમજ આંતરરાષ્ટ્રીય કુરિયર સર્વિસ વિશે બાળકોને રોચક માહિતી પોસ્ટલ આસિસ્ટન્ટ શ્રી આનંદભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી .રિટાયર્ડ સબ પોસ્ટ માસ્ટર બીવી રાઠોડ સાહેબે પોસ્ટ ઓફિસના નાણાકીય વ્યવહાર વિશે માહિતી આપી. સબ પોસ્ટ માસ્ટર ભરતભાઈ ખુમાણ દ્વારા પોસ્ટ ઓફિસ વિદ્યાર્થી જીવન સાથે કઈ રીતે સંકળાયેલ છે તે વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રોત્સાહન આપવામાં આવેલ .આ શૈક્ષણિક મુલાકાત બદલ ખુબજ રાજીપો વ્યક્ત કરેલ. આ સાથે પોસ્ટલ આસિસ્ટન્ટ એન કે ધાંધલીયા તેમજ પોસ્ટલ આસિસ્ટન્ટ અશોકભાઈ ખેરાલા તેમજ ફરજ પર ઉપસ્થિત બહેનોનો ખુબ સહકાર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સાહેબ શ્રી તેમજ હિતેશભાઈ જોશી તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ. આ સાથે શાળા પરિવાર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર ભરતભાઈ ખુમાણ તેમજ સમગ્ર સ્ટાફગણનો ખૂબ ખૂબ આભાર માને છે.
Recent Comments