સાવરકુંડલા શહેર ખાતે આવેલા સરકારી પ્રાથમિક શાળા નંબર એક ખાતે ગતરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. શાળાના વિશાળ સભાગૃહમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં શાળાના આચાર્ય જાદવ સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી વગેરે એ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિશદ સમજણ આપી હતી.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રવિભાઈ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત શૈક્ષણિક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં શાળાના વિદ્યાર્થીઓએ ગ્રાહક સુરક્ષા સંબંધિત પ્રશ્નોતરી કરી હતી જેના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સંદર્ભ વિવિધ માહિતી દર્શાવતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્વક ઉપસ્થિત વકતાઓને સાંભળ્યા હતાં.એમ શાળાના શિક્ષક હિતેશભાઈ જોષી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર ૧ ખાતે ગતરોજ ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો.

Recent Comments