સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજમાં ‘મતદાનનું પર્વ – દેશનું ગર્વ’ સૂત્ર હેઠળ મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું
નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા તાલુકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી લોકસભા ૨૦૨૪ની ચૂંટણીને અનુલક્ષીને મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. કોલેજના પ્રિ.ડો.એસ.સી રવિયાએ ‘મતદાનનું પર્વ- દેશનું ગર્વ’ સંદર્ભે પ્રાસંગિક ઉદબોધન કરેલ.વા.પ્રિ.રીંકુબેન ચૌધરી એ કાર્યક્રમમાં ઉપસ્થિત દીપાબેન કોટક (નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી), ધારાબેન ભાલારા (નાયબ કલેકટર ), બારૈયા સાહેબ (મામલતદાર ), પરમાર સાહેબ (તાલુકા વિકાસ અધિકારી શ્રી), બોરડ સાહેબ (ચીફ ઓફિસર ), ડાંગર સાહેબ (તાલુકા શિક્ષણ અધિકારી ) તથા જિલ્લા – તાલુકા વહીવટી તંત્રમાંથી પધારેલા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ.તમામ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ. બીકોમ સેમેસ્ટર ૨ ની વિદ્યાર્થીની ધડુક અર્શિતા દ્વારા સાંસ્કૃતિક ગીતની રજૂઆત થયેલ તેમજ બીકોમ સેમેસ્ટર ૬ ની વિદ્યાર્થીની કવા આર્મી એ મતદાનનું મહત્વ અને યુવાનોએ તેમના મતદાનના અધિકાર વિશે કેમ જાગૃત હોવું જોઈએ? તેના પર વક્તવ્ય આપેલ.બીકોમ સેમેસ્ટર ૬ ની વિદ્યાર્થીની ખુમાણ ઉર્વશીએ લોકશાહીમાં મતદાનના મહત્વ વિશે વક્તવ્ય આપેલ. ત્યારબાદ પ્રોજેક્ટર પર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલ વીડિયો ક્લિપ દ્વારા મતદાર જાગૃતિ અંગેનો સંદેશો આપવામાં આવેલ.
દીપાબેન કોટકે (નાયબ જિલ્લા વિકાસ અધિકારી ) મતદારોમાં જાગૃતિ વધારવા માટે સરકારશ્રીની તૈયારી વિશે માહિતી આપી હતી તેમજ મતદાનમાં બહેનોની ભાગીદારી વધે તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. ધારાબેન ભાલારા (નાયબ કલેકટર) એ સરકાર દ્વારા મતદારને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ બાબતે વાત કરી હતી.પ્રવચન બાદ ઉપસ્થિત સૌ કોઈએ ફ્લેશ મોબ ડાન્સ કરેલ તેમજ મતદાન માટે વિદ્યાર્થીઓ અને મહાનુભાવો એ શપથ ગ્રહણ કરેલ. પરમાર સાહેબે આભાર વિધિ કરેલ.કાર્યક્રમના અંતે સિગ્નેચર કેમ્પેઈન તથા સેલ્ફી કેમ્પેઈનમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ.સમગ્ર મતદાર જાગૃતિ અભિયાનને સફળ બનાવવા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયાએ સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ વહીવટી તંત્રના શ્રી જીગ્નેશભાઈ વાઘાણી, કોલેજના પ્રો.પાર્થભાઈ ગેડિયા તથા સમગ્ર સ્ટાફગણે વિશેષ જહેમત ઉઠાવી ખરા અર્થમાં મતદાર જાગૃતિના કાર્યક્રમને સફળ બનાવેલ.
Recent Comments