સાવરકુંડલા શહેરમાં શિયાળામાં લગ્નસરાની મોસમ દરમિયાન આ કમોસમી વરસાદે જાનૈયોઓની મજા બગાડી. જો કે આવા કમોસમી વરસાદના માહોલમાં પણ લગ્નોત્સવના ઉત્સાહમાં કમી નથી આવી.. આખરે લગ્ન પ્રસંગ એ જીવનનો સૌથી મહામૂલો અવસર કહેવાયને? જો કે વરસાદી વાતાવરણને હિસાબે થોડી પ્રતિકૂળતા ઉભી થાય એ સ્વાભાવિક છે. પરંતુ આનંદના આ ઉત્સવમાં એ પ્રતિકૂળતાઓ પણ ઓગળી જાય એ સ્વાભાવિક છે. હૈયૈ હરખ હોય એટલે પછી પૂછવું જ શું? બસ આ લગ્નોત્સવના માહોલમાં વાતાવરણ પણ જાણે આનંદોત્સવ મનાવતું હોય તેવું જોવા મળ્યું…જે પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેના આનંદની તો વાત જ અલગ હોય છે.
સાવરકુંડલા શહેરમાં આ કમોસમી માવઠાંની મૌસમ અને લગ્નસરાની ધૂમ.. જેના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેને ત્યાં તો હરખની હેલી જ કહેવાય.


















Recent Comments