સાવરકુંડલા શહેરમાં ઉનાળામાં કભી ધૂપ કભી છાંવ જેવો માહોલ
સાવરકુંડલા શહેરમાં ગઈકાલે સખત ગરમી બાદ આજરોજ ધૂપછાંવ જેવું વાતાવરણ.. ખબર નથી પડતી કે ઉનાળો છે કે બીજું કંઈ? એક તરફ સખત તાપના પ્રકોપથી બચવા શું કરવું તેની માર્ગદર્શિકા અખબારોમાં પ્રસિધ્ધ થાય છે એવા જ સમયે વાતાવરણમાં પલટો આવે અને માવઠાની શક્યતાઓ સેવાઈ એ પણ માનવજીવન માટે ખરેખર પીડાજનક જ કહેવાય.. બદલતી પર્યાવરણની પેટર્ન હવે લોકોને પર્યાવરણ સંદર્ભે જાગૃત થવા માટે રેડ સિગ્નલ આપતી હોય તેવું જણાય છે આવા ધૂપ છાંવ જેવા વાતાવરણમાં શરીરનું મેટાબોલીઝમ પણ ખરેખર આવા વાતાવરણ માટે એડજસ્ટ થવામાં તકલીફ અનુભવે એ સ્વાભાવિક છે.
બદલતાં હવામાનને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આમ વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો ચિંતામાં. આવા વાતાવરણને કારણે શરદી, ફ્લયું , શ્ર્વાસ અને અન્ય રોગો પણ માથું ઉંચકી શકે છે.
Recent Comments