સાવરકુંડલા શહેરમાં એકતા મ્યુઝિકલ કરાઓંકે ગ્રુપ સાવરકુંડલા દ્વારા આયોજિત સ્વ. મહમદરફીની ૪૩ મી પુણ્યતિથિ નિમિત્તે સ્વ. રફી સાહેબ તથા સ્વ. લત્તા મંગેશકર શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલા શહેરમાં એકતા મ્યુઝિકલ કરાઓંકે ગ્રુપ સાવરકુંડલા દ્વારા આયોજિત સ્વ. મહમદરફીની ૪૩ મી પુણ્યતિથિ નિમિત્તે સ્વ. રફી સાહેબ તથા સ્વ. લત્તા મંગેશકર શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાયો.
જિંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેંગી મોત મહેબૂબા હૈ અપને સાથ લેકે જાયેંગી. હસકે જીનેકી કલા જો દુનિયા કો દિખલાયેગા વો મુકદ્દર કા સિકંદર કહલાયેગા. સ્વ રફી સાહેબ તેમના અમર ગીતો દ્વારા સંગીત પ્રેમીઓને દિલમાં સદૈવ ચિરંજીવ રહેશે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સ્વ. રફી સાહેબ અને સ્વ લત્તા મંગેશકરને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
દિલ કા સૂના સાઝ તરાના ઢૂઁઢેગા, મુઝકો મેરે બાદ જમાના ઢૂઁઢેગા જેવા યાદગાર ગીતો જ સંગીત પ્રેમીઓની સાચી મૂડી છે.
આજરોજ સાવરકુંડલા શહેરમાં હિન્દી ફિલ્મ જગતનાં હ્રદય સમ્રાટ હિંદી ફિલ્મ ગીતોમાં એક અનોખું સ્થાન ધરાવતાં સૌના લાડકવાયા સ્વ. મહમદરફીની ૪૩ મી પુણ્યતિથિ નિમિત્તે સ્વ. મહમદરફી તથા સ્વ. લત્તા મંગેશકરને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે આજરોજ સાવરકુંડલા શહેરના વ્યાયામ મંદિર ખાતે એકતા મ્યુઝિકલ કરાઓંકે ગ્રુપ સાવરકુંડલા દ્વારા સ્વ. રફીની યાદોને વાગોળવા માટે અને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે ભવ્ય ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમનું વ્યસ્થાપન અને સંચાલન તુષારભાઈ રાયકુંલીયા તથા વારીસ ચૌહાણના સંયુક્ત ઉપક્રમે બીનાબેન શુક્લા અમરેલીના મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સિધ્ધપુરા અને બીનાબેન શુક્લા તથા ગાયકવૃંદના વરદ હસ્તે દીપ પ્રગટાવીને ખૂબ જ આદર અને સન્માન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ મહમદ રફીના અમર ગીતોનો ગુલદસ્તો લઈને એકતા ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેરનાં મહમદરફીના રફીના ચાહકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ દરમિયાન લોકોએ રફી સાહેબના ગીતોની મજા માણી સ્વ. રફી તથા સ્વ. લત્તા મંગેશકરને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમનનો પ્રારંભ ઈતની શકિત હમેં દેના દાતા જેવા પવિત્ર પ્રાર્થના ગીતથી કરવામાં આવેલ. આમ કરાઓંકે મ્યુઝિકના સથવારે સ્વ. રફીને તેમના જ ગીતો ગાયકો ઈમ્તિયાઝ શેખ, (નડિયાદ) અનવરભાઈ મલેક,(ડભોઈ) રફીક શેખ,( રાજકોટ) મુમતાઝ મુલ્લા,( રાજકોટ) ઓમ પ્રકાશ શર્મા ( અમદાવાદ) માધવી તાસે ( વડોદરા) આમ ગુજરાતના વિભિન્ન શહેરોના ગાયક ગાયિકાઓએ સ્વ. રફી અને સ્વ. લત્તા મંગેશકરની યાદમાં યોજાયેલી આ મહેફિલને ખરાં અર્થમાં રંગીન બનાવી હતી. આ પ્રસંગે સ્થાનિક ગાયકો પિયુષભાઈ દવે, બી ભાઈ, તુષારભાઈ રાયકુંલીયાએ પણ સ્વ. રફીની યાદોને તેમના સ્વરમાં વાગોળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વારીસ ચૌહાણ તથા તુષારભાઈ રાયકુંલીયા દ્વારા કરવામાં આવેલ. આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ, આતે જાતે રસ્તે પે યાદે છોડ જાતા હૈ, યૂઁ હી તુમ મુઝસે બાત કરતી હો યા કોઈ પ્યાર કા ઈરાદા હૈં, દિલ કા સુના સાઝ તરાના ઢૂંઢેગા મુઝકો મેરે બાદ જમાના ઢૂંઢેગા જેવા યાદગાર ગીતોની રમઝટ બોલાવી હતી.
સાવરકુંડલા શહેરના સ્વ. રફીના સૌથી મોટા ચાહક સ્વ. રજનીભાઈ જાદવને પણ આ તકે યાદ કરવા આવ્યા હતાં. આ તકે સ્વ રજનીભાઈ જાદવનાં બંને સુપુત્રોની હાજરી નોંધનીય હતી
ખરા અર્થમાં રફીના ચાહક હોય તે આ કાર્યક્રમમાં આવ્યા વગર ન જ રહી શકે તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
આમ સંગીત પ્રેમી સ્વ રફીના ચાહકોની આ શામ ખરેખર યાદગાર બની ગઈ હતી. સ્વ. રફી સાહેબ તથા લત્તા મંગેશકરના ચાહક સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આમ તો ખરા અર્થમાં તેમના ગીતો જ સ્વ. રફી સાહેબ તથા સ્વ. લત્તા મંગેશકરની યાદોં જ તેમના ગીતો દ્વારા વાગોળવાનો અવસર હતો જે ઉપસ્થિત રહી ન શક્યા તેમણે એક અણમોલ તક ગુમાવવાનો અફસોસ તો રહે જ.
7 Attachments • Scanned by Gmail
Recent Comments