fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે નેત્રનિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

તા.૨૧ ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સવારકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા તથા રમાબેન અનિલભાઈ પારેખના આર્થિક સહયોગથી વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડી.માં ૯૦  દદીઁઓએ  લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન ૧૬  દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટય લાયન્સ કલબ ઓફ અમરેલી  સિટીમાંથી ભુપતભાઇ ભુવા તથા ભગવાનભાઈ  કાબરીયા તથા ભદ્ગસીહ ફોરેસ્ટર તથા  સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથ નાથજી,  મેહુલભાઈ ત્રિવેદી તથા  પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેષભાઈ ભીલ, કબીર ટેકરીના સ્વયંમ સેવકો   વગેરે સેવા આપી હતી.  આ કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે છેલ્લા દસ વર્ષથી નિયમિતપણે યોજાય છે

Follow Me:

Related Posts