સાવરકુંડલા શહેરમાં કોલેજ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળાનો વાર્ષિક લેખા જોખાનો ઉત્સાહ અને ઉમંગ ભરેલો દિવસ..
આજરોજ સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે વાર્ષિક પરિણામનો દિવસ અર્થાત્ આખું વર્ષ મહેનત કરી તેનું ફળ પ્રાપ્ત કરવાનો દિવસ.. આમ તો આ સંસ્થાની વાત કરીએ તો લગભગ ૧૯૭૯ થી અહીં શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ થયો. આ સંસ્થાના અનેક વિદ્યાર્થીઓ આજે ઘણાં ઉચ્ચ સ્થાને પણ બિરાજે છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી શરદભાઈ પંડ્યા જેવા રાજકીય અગ્રણીઓએ પણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની આ સંસ્થામાં અભ્યાસ કર્યો છે. હાલ આ સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દક્ષાબેન જોષી, યોગેશભાઈ પરમાર, પિયુષભાઈ દવે સમેત ઘણાં શિક્ષકો શિક્ષક તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જોવા મળે છે. આ શાળાના આચાર્યા શ્રી અર્ચનાબેન કણકોટિયાના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકગણ ખૂબ જ શિસ્તબદ્ધરીતે શિક્ષણ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનનું સિંચન ખૂબ જ પ્રેમભાવથી કરતાં જોવા મળે છે. પ્રસ્તુત તસવીરમાં આજ સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીવર્ગનો પોતાના સંતાનોના શૈક્ષણિક લેખા જોખાનો હિસાબ લેવા અર્થાત્ વાર્ષિક પરિણામ પ્રાપ્ત કરવા માટે ધસારો જોવા મળ્યો હતો. અંતમા થોડી ફુરસદની પળોમાં શિક્ષકવૃંદની પ્રસ્તુત તસવીર જોવા મળી રહી છે. બસ હવે વેકેશનનો પ્રારંભ થવાને ઘડીઓ ગણાઈ રહી છે.
સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી પણ એક સમયે આ શાળાના શૈક્ષણિક વિભાગનો હિસ્સો રહી ચૂક્યા છે. એક વખત આ શૈક્ષણિક સંકુલની મુલાકાત લેવા જેવી ખરી.
Recent Comments