સાવરકુંડલા શહેરમાં ખુંટિયાનો આતંક, હવે આ ખુંટિયાનું શું કરવું? આસપાસના રહીશો પરેશાન
ગઈકાલે એક હડકાયા ખૂંટિયાને પકડવામાં સાવરકુંડલા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તથા નગરપાલિકા સદસ્યોની સતત જહેમતને અંતે નેસડી રોડ પર આવેલા ખોડિયારનગર વિસ્તારમાંથી એક ખૂંટિયાને ઝબ્બે કરવાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં સાવરકુંડલા શહેર વોર્ડ નંબર પાંચનાં નિર્મળનગર વિસ્તારમાં એક ખૂંટિયો હડકાયો થયાના સમાચાર મળતાં નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી તેની ટીમ તથા ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાંચ કલાક ખૂંટિયાને પકડવા ભારે જહેમત કરી પરંતુ ખૂંટિયા પક્કડમાંથી છટકી વાડી વિસ્તારમાં ભાગી ગયો.
ફરી રાત્રે ૧૦-૩૦ કલાકે રોડ ઉપર આવી જતાં લોકોમાં ભાગ દોડ મચી ફરી નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને નગરપાલિકાના સદસ્યો રાત્રિના ૧૨-૩૦ સુધી મહેનત કરી પરંતુ ખૂંટિયાને ઝબ્બે કરવામાં સફળતા ન મળી.
હાથસણી રોડ નિર્મળ નગર અને ખોડીયારનગરમાં પણ ગઈકાલે બપોર પછી ૪ કલાકે ખુંટીયો હડકાયો થતાં વોર્ડ નંબર પાંચનાં સદસ્ય પતિ કરશનભાઈ આલ, કેશુભાઇ બગડા, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસીહ ગોહિલને વોર્ડ નંબર પાંચનાં રહીશોએ જાણ કરતા. ભાજપના કાર્યકરોએ નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમ જયરાજભાઈ ખુમાણ, અજીતભાઈ ખુમાણ અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરા, કેસુભાઈ બગડા, કરશનભાઈ આલ, રામદેવસીહ ગોહિલને સાથે સ્થળ ઉપર પહોંચી ફાયર બ્રિગેડની મદદથી ખુંટીયો પકડવા ભારે દોડધામ કરવા છતાં આ મહા ભરાડી ખુંટીયો સતત પાંચ કલાક સુધી મહેનત કરવા છતા પક્કડમાંથી છટકીને વાડી રસ્તે ભાગી ગયેલ…
અને ફરી રાત્રે ૧૦.૩૦ કલાકે રોડ ઉપર પરત આવી જતાં રસ્તા ઉપર ભાગદોડ મચી ગઈ હતી ત્યારે ફરી ફાયરબ્રિગેડ સ્ટાફ અને નગરપાલિકાના સદસ્ય અને આજુબાજુના લોકો ભેગા મળીને દોરડા વડે ગાળીયો કરી પકડીને બાંધવા જતાં પાછો ગાળીયામાંથી છટકીને ભાગી ગયેલ છે અને રાત્રીના ૧૨.૩૦ કલાક સુધી મહેનત કરવા છતાં આ હડકાયો ખુંટીયો પકડવામાં સફળતા મળી નથી.. હવે સવાલ એ થાય છે કે આ ખૂંટિયાનું શું કરવું?
Recent Comments