અમરેલી

સાવરકુંડલા શહેરમાં ગઈકાલથી નવલાં નોરતાનો ધૂમધામથી પ્રારંભ થયો

સાવરકુંડલા શહેરમાં ગઈકાલથી નવલાં નોરતાનો પ્રારંભ થયો. આમ તો સાવરકુંડલા શહેરની જનતા પણ ધર્મપ્રેમી છે. આવા ધાર્મિક તહેવારો ધૂમધામથી ઊજવતી જોવા મળે છે. સાવરકુંડલા શહેરના મણીભાઈ ચોક ખાતે રંગબેરંગી રોશની અને આકર્ષક ફ્લોટ સાથે શહેરનાં આકર્ષણ કેન્દ્ર બનતું જોવા મળે છે. ઝૂલે ઝૂલતાં બંસીધરના વાંસળીના સૂરો અને એ કર્ણપ્રિય સૂરોને માણતી ગાયમાતાની એ નિરાંતની પળોનો એ અદ્ભૂત નઝારો કોઈ દિવ્ય ભાવની અનુભૂતિ કરાવતો હોય તેવો અહેસાસ થાય છે  અહીં રાસ કે ગરબા નથી પરંતુ રોશની અદ્ભૂત છે. હા, સર્કલ આસપાસ લગાવેલા હોર્ડિંગ્સ પણ ઘણા સૂચક લાગતા હોય તેવું લાગે છે.

Related Posts