સાવરકુંડલા શહેરમાં આવેલ કપોળ કન્યા છાત્રાલય ખાતે ગતરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, રવિભાઈ મહેતા, પ્રણવભાઈ જોષી દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે કઈ નોંધનીય બાબતો ધ્યાન પર લેવી જોઈએ તે વિશે વિશદ છણાવટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે પણ પ્રાથમિક પરીક્ષણ કેવા હોય તે અંગે પણ થોડી સમજ આપવામાં આવી હતી. આમ તો આ કન્યા છાત્રાલય હોય વળી મહિલાઓ જ મોટેભાગે જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરતાં હોય છે એટલે ગ્રાહક સુરક્ષા અધિનિયમની જાણકારી હોય તો મોટેભાગે છેતરપિંડીથી બચી શકાય છે. આ તકે ગ્રાહક સુરક્ષા સંબંધિત વિવિધ પાસાઓની તલસ્પર્શી માહિતી આપતાં પેમ્પેલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉપસ્થિત તમામ વકતાઓને સાંભળ્યા હતાં અંતમાં છાત્રાલયના ગૃહમાતાએ આવી જીવનઉપયોગી માહિતી આપવા બદલ ગ્રાહક સુરક્ષા મંડળના તમામ સભ્યોનો હાર્દિક આભાર માન્યો હતો
સાવરકુંડલા શહેરમાં ગતરોજ કપોળ કન્યા છાત્રાલય ખાતે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એક સેમિનાર યોજાયો

Recent Comments