સાવરકુંડલા શહેરમાં ગાંધી ચોક ખાતે આવેલાં મહાલક્ષ્મી મંદિરે ઈતિહાસમાં પ્રથમ વખત છપ્પન ભોગ દર્શન યોજાયા..મંદિર બસો વર્ષ પુરાણું પ્રાચીન છે અને આજે અગિયારમી પેઢી તેનું સંચાલન કરે છે. મંદિરનો વહીવટ કરતાં શાસ્ત્રી દીપકભાઈ ત્રિવેદી જ્યોતિષ વિદ્યામાં પણ પારંગત છે.
સાવરકુંડલા શહેરમાં ગાંધી ચોક ખાતે આવેલું બસો વર્ષ પુરાણું પ્રાચીન મહાલક્ષ્મી મંદિર ખાતે ધનતેરસ નિમિત્તે પ્રથમ વખત છપ્પન ભોગનાં દર્શન યોજવામાં આવેલાં. આ સંદર્ભે આ મંદિરનો વહીવટ સંભાળતાં શાસ્ત્રી દીપકભાઈ ત્રિવેદી કે જે પણ જ્યોતિષ શાસ્ત્રના અચ્છા જાણકાર છે અને આ મંદિર તેનાં પૂર્વજોની અગિયારમી પેઢી ચાલે છે. મૂળ રાજસ્થાનથી મહાલક્ષ્મીની પધરામણી આજથી બસો વર્ષ પૂર્વે સાવરકુંડલા શહેરમાં અહીંના ગાંધી ચોક ખાતે માતાજી બિરાજમાન છે. અને આ બસો વર્ષમાં પ્રથમ વખત મહાલક્ષ્મીજીનાં છપ્પન ભોગનાં દર્શન યોજવામાં આવેલાં. આ છપ્પન ભોગનાં દર્શન જે કોઈ કરે તેની આધિવ્યાધિ, ઉપાધિ અને તમામ પ્રકારનાં દુખો દૂર થાય છે અને તેનો ભંડાર અભરેભરાય છે. તેમ મંદિરના પ્રમુખ દીપકભાઈ ત્રિવેદીનું પૂર્ણ શ્રધ્ધા અને આત્મવિશ્વાસ સાથે કહેવું છે.શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ આયોજીત શ્રી દીપકભાઈ પી. ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદી, જગદીશ ભાઈ ઓઝા, જીતેન્દ્રભાઈ ત્રિવેદી તથા યજમાનના સાથ સહકારથી આ કાર્ય કરવામાં આવેલ છે
Recent Comments