fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપ લાઇન નાખવાની પ્રક્રિયામાં સાવરકુંડલા શહેરમાં ખાડા રાજ જોવા મળે છે. 

સાવરકુંડલા શહેરમાં હાલ ગુજરાત ગેસ કંપની દ્વારા પાઈપ લાઈન દ્વારા ગેસ પુરવઠાની  યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં પાઈપ લાઈન બિછાવવામાં આવી રહી છે. આ પાઈપ લાઈન બિછાવવા માટે જે તે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જો કે આ ખોદકામ દરમિયાન પડેલા ખાડા કે રોડ તૂટતાં આ રસ્તાને તાકિદે રીપેર કરવા જરૂરી છે. જો કે આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પણ આ ખોદકામ થયેલાં રસ્તાને રીપેર કરવાનું સર્વેક્ષણ કરવું જોઈએ અને કામની ગુણવત્તા અને ક્વોલિટી કન્ટ્રોલ સંદર્ભે સતત જાગૃતિ દાખવવી સો ટકા ગુણવત્તાયુકત સમારકામ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આમ તો ગુજરાત ગેસ કંપની દ્વારા સાવરકુંડલા શહેરમાં પાઇપલાઇન નાખવાની કામગીરીમાં જે કઈ રોડ રસ્તા તોડે તેને રીપેર કરવા પેટે રૂ. 1,29,40,661 ( રૂપિયા એક કરોડ, ઓગણત્રીસ લાખ, ચાલીસ હજાર, છસો એકસઠ ) અને સિક્યુરિટી ડિપોઝિટ પેટે રૂપિયા 64,70,331(રૂપિયા ચોસઠ લાખ, સીતેર હજાર, ત્રણસો એકત્રીસ ) કુલ રૂપિયા બે કરોડ જેટલી રકમ સાવરકુંડલા નગરપાલિકાને જમા કરાવેલ છે,

તેમ છતાં સાવરકુંડલા શહેરની જનતા ખૂબ જ હાલાકી ભોગવી રહી હોય તે ખેદજનક છે. ગુજરાત ગેસ કંપની દ્વારા રીપેર માટે જમા કરાવેલ રકમમાંથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા રીપેરીંગનું કામ ન કરવાથી લોકોની ફરિયાદો ઉઠતાં ગુજરાત ગેસ કંપની જાતે આ રોડ રસ્તા રીપેર કરી રહી છે અને કામ સોટકા ગુણવત્તાવાળું  નથી થઈ રહ્યું એવું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે. જેથી આ રીપેર થયેલા રોડ રસ્તા થોડા સમયમાં જ તેની મૂળ સ્થિતિમાં આવી જશે અને સરવાળે ભોગવવાનું તો સાવરકુંડલાની જનતાને જ રહેશે. 

આ સંદર્ભે સાવરકુંડલા શહેર ભાજપના જાગૃત પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા શહેરના તૂટેલા રોડ રસ્તાનું સો ટકા ગુણવત્તાયુકત સમારકામ થાય તેવી જાહેર અપીલ કરી હતી. અને આ સંદર્ભે જરૂર પડ્યે યોગ્ય પ્લેટફોર્મ પર અસરકારક રજૂઆત કરવા માટે પણ પ્રતિબધ્ધતા દર્શાવી છે. આખરે લોકહિતના કામ માટે સદાય તત્પર રામદેવસિંહ ગોહિલ હમેશા સતાધીશો સમક્ષ રજૂઆતો કરતાં રહ્યાં છે. વોર્ડ નંબર પાંચનાં વિસ્તારમાં ખોદકામ કરેલ વિસ્તારમાં હજુ સોટકા સમારકામ થયું નથી એ સંદર્ભે રામદેવસિંહ ગોહિલ સતત ચિંતિત છે.તો પછી શહેરના અન્ય વિસ્તારની  હાલત શું થશે? તેવો  અણિયાળો સવાલ રામદેવસિંહ તંત્ર સમક્ષ ઉઠાવી રહ્યા છે.

Follow Me:

Related Posts