સાવરકુંડલા શહેર છેલ્લા બે દિવસથી મિશ્ર ઋતુની ઝપેટમાં. શહેરમાં શરદી, ઉધરસ અને ફ્લ્યુ તથા શ્વાસને લગતી બિમારીઓએ જોર પકડયું. વહેલી સવારે વાતાવરણમાં ઠંડીનો ચમકારા સાથે ધુમ્મસવાળું વાતાવરણ તો બપોરે ઉનાળા જેવો પ્રખર તાપ. રાત્રે પણ લોકોને ચાદર ગોદડા છોડી પંખાનો ઉપયોગ કરવા મજબૂર.. શિયાળાની ઋતુમાં આવું મિશ્ર ઋતુનું વાતાવરણ રોગચાળો નોતરે એવી સંભાવના..પ્રસ્તુત તસવીર ગતરોજ સાડા સાત અને આઠ વચ્ચે લેવાયેલી છે.. હજુ પણ આવા મિશ્ર વાતાવરણની અસર બે ચાર દિવસ રહે તેવું લાગે છે. દિનપ્રતિદિન ઋતુચક્રમાં આવતો નોંધનીય બદલાવ માનવજાત માટે આખરે જોખમી તો ગણાય.
સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે દિવસથી ભર શિયાળે મિશ્ર ઋતુનો માહોલ.. શરદી, ઉધરસ, શ્ર્વાસને લગતા રોગો અને ઇન્ફ્લુએન્ઝાના દર્દીઓની સંખ્યામાં વધારો.


















Recent Comments