fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં જન આરોગ્યની સંભાળ લેતાં તબીબી આલમમાં ક્યાંક કોઈ બોગસ ડીગ્રીધારી તબીબ તો  નથી ને

ઘણીવખત નકલી ડિગ્રીધારી બનીને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં લેભાગુ તબીબો અંગે પ્રકાશિત થતાં સમાચારો અખબારોમાં જોવા મળતાં હોય છે.તો ક્યારેક પેમ્પેલેટ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા લોભામણી જાહેરાતો અને અસાધ્ય દર્દોની અસરકારક નિદાન અને ઉપચાર કરતાં હોય તેવી જાહેરાતોથી પણ લેભાગુ તબીબો લાંબા સમયથી બીમારીથી પીડાતા લોકોને  પણ આવી સારવારનો આશરો લેતાં પ્રેરતાં જોવા મળી શકે 

  અને અસાધ્ય કે ક્રોનિક માંદગીથી પીડાતા દર્દીઓને સાજા થવા માટે સારવાર કરાવવાની તકનો લાભ પણ કેટલાક બોગસ ડિગ્રી ધરાવતાં લેભાગુ તબીબો ઉઠાવતાં પણ હોય શકે 

   આમ પણ તબીબી જગત એટલે આમઆદમીની સમજ બહારનું વિજ્ઞાન જ સમજી શકાય. આ ટેસ્ટ અને પેલો મેડિકલ ટેસ્ટ, એક્સરે, સોનોગ્રાફી, સિટી સ્કેન, બ્લડ રીપોર્ટ, યુરીન ટેસ્ટ, એમઆરઆઈ, જેવાં અનેક પરીક્ષણમાં ક્યારેક શહેરનાં ભલાભોળા લોકો આર્થિક રીતે ખુવાર પણ થઈ જતાં હોય છે. ઘણી વખત તો બિનજરૂરી હોય તેવાં લેબોરેટરી પરીક્ષણો પણ કરાતાં હોય શકે.  ક્યારેક દર્દીઓને વણજોઈતી દવાઓ પણ પ્રિસક્રાઈબ કરાતી હોય છે. તો વળી ક્યારેક કોઈ સપ્લીમેન્ટ મેડિસિન પણ પ્રિસક્રાઈબ થતી હશે. 

એટલે ઘણીવખત  આ બિમારીનાં ચક્કરમાં પડ્યાં પછી અવારનવાર દવાખાનાનાં પગથિયા ધસતાં પણ ઘણાં દર્દીઓ જોવા મળે છે. એક દવાખાનેથી બીજાં દવાખાને. એક  મેડિકલ ટેસ્ટ પછી બીજો આમ ઘણી વાર દર્દીઓ પણ મૂંઝવણમાં અને શંકામાં ઘેરાય જતા હોય છે.

આમ  મેડિકલ વિજ્ઞાન શક્યતાઓ અને સંભાવનાઓ પર પણ નિર્ભર હોય એવું લાગે છે.  અને એક સારવાર બાદ બીજી.!!આમ લોકો પણ આર્થિક રીતે ખુવાર થતાં હોય છે. આમ તો વ્યક્તિ બિમાર કે સિરીયસ હોય ત્યારે ખર્ચો કરવામાં જરાય પણ પાછીપાની કરતો હોતો નથી. ઉછીના ઉધાર કે ઘરબાર ગિરો મૂકીને પણ અમુક હઠીલા દર્દોની સારવાર કરાવતાં કરાવતાં આર્થિક રીતે સંપૂર્ણરીતે ઘસાઈ અને બરબાદ અને બેહાલ થતા પણ જોવા મળતાં હોય છે.  આમ જોવા જઈએ તો એક વાત પણ સ્પષ્ટ છે કે ઈશ્ર્વર દુશ્મનને પણ દવાખાનાનાં દ્વાર ન બતાવે એવી એક લોકવાયકા પણ અમથી તો નહીં હોય ને? એમાં પણ આ તો ઘોર કળિયુગ એટલે ભેળસેળ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવાં ભસ્માસૂરો પણ પોતાનું પોત પ્રકાશતાં જ હોય છે.

 નકલી ડિગ્રી અને બોગસ માર્કશીટોનાં કૌભાંડો પણ અવારનવાર અખબારોમાં પ્રગટ થતાં હોય ત્યારે તંત્રએ આરોગ્યક્ષેત્રની વિશ્ર્વસનીયતા પણ લોકોમાં જળવાઈ રહે તે હેતુથી પણ તમામ ડિગ્રીધારીઓની ડિગ્રીની પ્રમાણભૂતતા અને ખરાઈ ચકાસવી જોઈએ જેથી લોકોનાં આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય. અને એટલે જ શહેરમાં ખૂણે ખાચરે તબીબી પ્રેક્ટિસ કરતાં તબીબોની ડિગ્રીની ચકાસણી કે ખરાઈ  કરવી જોઈએ.. અંતમા લોકોનાં તંદુરસ્ત આરોગ્યની કામના સહ. સર્વે સંતુ નિરામય.

Follow Me:

Related Posts