અમરેલી

સાવરકુંડલા શહેરમાં જામતો રામમય માહોલ.  ડો. સંજયભાઈ પરમારે તો કળીયુગનો અંત અને સતયુગના પ્રારંભ જ ગણાવ્યો. 

સાવરકુંડલા શહેરમાં જામતો રામમય માહોલ. આમ તો સાવરકુંડલામાં દર વર્ષે રામનવમી ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવાય છે. અને સાવરકુંડલા શહેરની  એક ધર્મપ્રેમી શહેરની નગરીમાં ગણના થાય છે.. હજુ તો અયોધ્યા ખાતે રામલલાના મંદિર ખાતે ભગવાન શ્રી રામજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તો તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ છે એ પહેલાં જ સાવરકુંડલાની ધર્મપ્રેમી લોકોમાં હરખની હેલી જોવા મળે છે.

આજરોજ સાવરકુંડલાના હાથસણી રોડ પર પોતાનું ક્લીનીક ધરાવતાં ડો. સંજયભાઈ પરમારે એક સાક્ષાત્કાર દરમિયાન જણાવ્યું હતું કે હવે કળીયુગનો અંત આવશે અને રામરાજ્યની સ્થાપના થશે. સાથે સાથે રાજકીય ક્ષેત્રે રહેલી મલીનતા દૂર થશે અને સ્વચ્છ રાજકીય પરંપરાનો પ્રારંભ થશે એવી આશા વ્યક્ત કરી હતી. આમ ગણીએ તો રામમંદિર એ એક નવા વિચારોન્મેશ તરફનો પ્રારંભ ગણી શકાય.

Related Posts