સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ ચરિત્રના વિવિધ પાત્રોને આબેહૂબ રીતે પ્રદર્શિત કરી અને સમગ્ર વાતાવરણને શ્રી કૃષ્ણમયી બનાવી દીધું હતું. રાધા શ્રી કૃષ્ણના અદ્ભૂત વસ્ત્રપરિધાનમાં આ શાળાના બાળકો તૈયાર થયાં હતાં. આ સંસ્થાના કેમ્પસમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી ક્રિષ્ન જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવેલ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદથી સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યુ હતું.
તો શ્રી ક્રિષ્ણ સુદામાની ભાઇબંધીનો પ્રસંગ તો યશોદા અને નટખટ કાનૂડાના બાળલીલાનો પ્રસંગ વળી રાધા શ્રી કૃષ્ણની રાસલીલા જેવા ક્રિષ્નના જીવન ચરિત્ર આધારિત વિવિધ પ્રસંગો આ શાળાના ભૂલકાઓ દ્વારા આબેહૂબ રજૂ કરવામાં આવેલ.શાળાનાં બાળકો સંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ આસનાની તથા આચાર્યાશ્રી કોમલબેન આસનાની તથા સમગ્ર સ્ટાફ પરિવારે પણ આ કાર્યક્રમને ખૂબ જ ધામધૂમથી ઉજવીને માણ્યો હતો..આમ ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતાં આ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શાળામાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવેલ.
Recent Comments