સાવરકુંડલા શહેરમાં દિવાળીના દિવસો નજીક આવતા જાય છે તેમ ટ્રાફિક નિયમન વધુ સતર્ક થતું જોવા મળે છે. સાવરકુંડલા પોલીસ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ ન થાય તેની પૂરી તકેદારી ટીઆરપી કર્મચારીઓ રાખતાં જોવા મળે છે સાવરકુંડલા ટાઉન પી.આઇ સોની સાહેબ દ્વારા પણ આ સંદર્ભે ખૂબ જ સતર્કતા દાખવવામાં આવી રહી છે. દિવાળી સમય જેમ નજીક આવતો જશે તેમ તેમ વેપારીને પણ પોતાના માલની ડિલીવરી પોતાના ગોડાઉન અને દુકાનોમાં વધુમાં વધુ ખડકતાં હોય છે
એટલે આ સંદર્ભે પણ પોલીસ દ્વારા ખૂબ જ વ્યાવહારિક દ્રષ્ટિકોણ રાખીને ટ્રાફિક નિયમનની કામગીરી ખૂબ કૂનેહપૂર્વક કરવી એ ખરેખર ખૂબ પડકારજનક બાબત ગણાય અને સાવરકુંડલા શહેર પોલીસ તંત્ર એ કામગીરી હાલ તો કૂનેહપૂર્વક નિભાવી રહ્યું છે. દિવાળીના દિવસોમાં વેપારીને પણ પેટભરીને ધંધો કરવાનો હોય અને ગ્રાહકોને પણ ખરીદી પેટભરીને કરવાની હોય એટલે વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર પણ ખાસ્સી હોય છે. આ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પીક અવર્સ સમય દરમિયાન ટ્રાફિક જામ પણ ન થાય અને લોકો તથા વાહનોની અવરજવર સરળતાથી થાય એ માટે તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમ દિવાળીના દિવસો નજીક આવતા જશે તેમ પોલીસ તંત્ર દ્વારા પણ વધુ સક્રિય રહીને ટ્રાફિક નિયમન કરવું પડશે..
Recent Comments