અમરેલી

સાવરકુંડલા શહેરમાં તારીખ ૨૯-૯-૨૦૨૩ ના રોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા અહીં આવેલ અધ્યાપન મંદિરમાં બપોરે ત્રણ કલાકે આ મંડળ અંતર્ગત ચાલતી કન્ઝ્યુમર ક્લબોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો  જાગો ગ્રાહક જાગો એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે શિબિર પણ યોજાયેલ. 

સાવરકુંડલા શહેરમાં ગતરોજ અહીં આવેલ અધ્યાપન મંદિર ખાતે બપોરે ત્રણ વાગ્યે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે જાગો ગ્રાહક જાગો એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે તથા આ ગ્રાહક સુરક્ષા મંડળ સંચાલિત કન્ઝ્યુમર ક્લબના પ્રતિનિધિઓને સરકારના ગ્રાહક બાબતો વિભાગ દ્વારા ફાળવવા આવેલ ગ્રાન્ટના  ચેકનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ ચેક વિતરણ કાર્યક્રમને શોભાવવા માટે શહેરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેશભાઈ મશરૂ, પ્રતિષ્ઠિત અગ્રણી માણાભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસમાંથી પધારેલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સાહેબ, સિનિયર  એડવોકેટ અશોકભાઈ સોસા, મયૂરભાઈ દેસાઈ સાહેબ, સમેત શહેરના પ્રતિષ્ઠિત નાગરીકોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત હાઈસ્કૂલના કન્ઝ્યુમર કલબના પ્રતિનિધિઓને ચેક વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમનાં પ્રારંભમાં મહિલા અધ્યાપન મંદિરના મંત્રી નીલાબેન વાઘાણીએ ઉપસ્થિત તમામને ગ્રાહક જાગૃતિ અભિયાનને હજુ વધુ સક્રિય બનાવવા હાકલ કરી હતી. તો ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી દ્વારા પણ ગ્રાહક છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સતર્કતા રાખવા તથા તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા અંગે સમજ આપી હતી. 

         પ્રાસંગિક ઉદ્બોધનમાં સાવરકુંડલાના શિક્ષણ શાસ્ત્રી મયૂરભાઈ દેસાઈ દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ચાલતી જાગો ગ્રાહક જાગો ઝૂંબેશને  બિરદાવી અન્ય ગ્રાહક સુરક્ષા મંડળોએ પણ આ પ્રણાલીને અનુસરવું જોઈએ તે બાબત પર સવિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી ડો.રવિભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ. જ્યારે આભાર વચનમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના સક્રિય સભ્ય તથા વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે પધારેલ તમામનો હ્રદયપુર્વક આભાર માનવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રાહક સુરક્ષા મંડળ સભ્યો શ્રી ભાવેશભાઈ,વિક્રમભાઈ ખુમાણ,મુકેશભાઈ બુંદેલિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. એકંદરે કાર્યક્રમ ખૂબ સુંદર અને સફળ રહ્યો હતો.

Related Posts