સાવરકુંડલા શહેરમાં દિવાળીની પૂર્વ તૈયારી રૂપે રંગોળી પૂરવાનાં અવનવાં રંગોનું વેચાણ શરૂ થયું. લોકોમાં દિવાળી પર્વ ઉજવવાની પૂર્વ તૈયારી શરૂ
છે રંગો પણ જીવનના વિવિધ વિવિધ ભાસે કોઈ હર્ષ ઉલ્લાસ અને ઉમંગ પણ હ્રદયમાં જાગે, આ પર્વ છે દિવાળી તણું અહીં પ્રકાશ પુંજ અને પ્રેમની સરવાણીનું ઝરણું ઊછળતું કૂદતું સમુદ્રને મળવા ભાગે. સાવરકુંડલા શહેરમાં હવે દિવાળીનાં દિવસોમાં રંગોળી કરવા વિવિધ જુદા જુદા અવનવા લાલ લીલાં પીળા ગુલાબી આસમાની રંગોનું વેચાણ સાવરકુંડલા શહેરમાં થતું જોવા મળ્યું. આમ તો ગયા વર્ષે કોરોનાને લીધે દિવાળીનાં રંગ ફિક્કો જણાતો હતો પરંતુ આ વર્ષે આમ તો તૌકતે વાવાઝોડાની કુદરતી આપત્તિઓ અને કમોસમી વરસાદ વચ્ચે પણ દિવાળી સારી રીતે ઉજવાય એ હેતુથી સાવરકુંડલા શહેરમાં રંગોળી કરવા માટેનાં વિવિધ રંગો અહીં દેવળા ગેઈટ ખાતે વેચાણ થતાં જોવા મળે છે.આશા રાખીએ કે તમામનાં જીવનમાં પ્રેમ, આનંદ, ઉત્સાહ અને ઉમંગ રૂપી રંગો ઝળકી ઉઠે..
Recent Comments