સાવરકુંડલા શહેરમાં નવલાં નવરાત્રિનું પ્રથમ નોરતે સંત પૂ. ભક્તિરામ બાપુની ઉપસ્થિતિમાં શુભારંભ થયો
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે શ્રી લોહાણા મહાજન પ્રેરિત અને શ્રી વીરદાદાજસરાજ સેના આયોજિત રઘુવંશી સમાજના લોકો માટે નવલાં નવરાત્રિનું પ્રથમ નોરતે લોહાણા મહાજન અગ્રણીઓ તથા માનવમંદિરના સંત પૂ. ભક્તિરામ બાપુની ઉપસ્થિતિમાં ખૂબ જ ભાવ અને આસ્થાભેર શુભારંભ થયો. સાવરકુંડલા શહેરમા મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે શ્રી લોહાણા મહાજન પ્રેરિત અને શ્રી વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટ આયોજિત નવલાં નોરતાનો લોહાણા મહાજન અગ્રણીઓ અને માનવમંદિરના સંત પૂ. ભક્તિરામ બાપુની ઉપસ્થિતિમાં લોહાણા સમાજના સંતાનો માતાજીની આરતી અને સ્તુતિ સાથે લોહાણા મહાજન અગ્રણીઓ તથા પૂ. ભક્તિરામબાપુના હસ્તે દીપ પ્રગટાવીને માતાજીના ગુણગાન અને રાસ ગરબાની રમઝટ બોલાવતાં જોવા મળેલ. આ તકે પૂ. ભક્તિરામ બાપુએ હવે ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે વડીલોએ જ આગળ આવી પોતાના સંતાનોને માર્ગદર્શન આપવું પડશે. આપણી પ્રાચીન જીવન પધ્ધતિ અને જીવન મૂલ્યો રક્ષણની જવાબદારી હવે વડીલોએ જ ઉડાવવી પડશે. આવા નવલા નોરતાના ધાર્મિક કાર્યક્રમોમાં વડીલોએ સતત હાજર રહીને યુવા પેઢીને માર્ગદર્શન આપતું રહેવું જોઈએ એવી પ્રેરણાદાયી વાત કરી હતી.
Recent Comments