અમરેલી

સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટીમાં મહાશિવરાત્રી નિમિત્તે  ઓમરેશ્ર્વર મહાદેવ મંદિરે બપોરે બારના ટકોરે મહાઆરતી ટાણે ભક્તજનો દર્શને ઉમટી પડ્યા

સાવરકુંડલા નાગનાથ સોસાયટી ખાતે આવેલ ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરે આજરોજ મહાશિવરાત્રી નિમિત્તે શિવપૂજા, અભિષેક, મહાઆરતી, પ્રસાદ વિતરણ ખૂબ ભાવભક્તિ સાથે કરવામાં આવેલ બપોરે બરોબર  બાર વાગ્યે શિવમંદિરમાં મહાઆરતી વેળાએ શિવભકતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ તકે આ મંદિરના પૂજારી ભાવેશગીરી બાપુ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભક્તિભાવ સાથે શિવપૂજન અને મહાઆરતી કરતાં જોવા મળ્યા હતા. અહીં ઉપસ્થિત શિવભકતો પણ આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે ભાંગ અને ગુંદી ગાંઠીયાની પ્રસાદી વિતરણ પણ આ પાવન પ્રસંગે રામભરોસે કરવામાં આવેલ આમ તો આ મહાઆરતીની દીપમાળાના દર્શન કરતાં જ મનને પ્રસન્નતા પ્રાપ્ત થતી જોવા મળી.શિવનો મહિમા અપરંપાર છે એ સનાતન ભારતીય પરંપરાનું એક અનોખું પાસું ગણી શકાય

Related Posts