નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દી સપ્તાહ અંતર્ગત કાવ્ય પઠન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ફાઈલ મેકિંગ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધા યોજાય હતી. જેમાં કાવ્ય પઠન સ્પર્ધામાં હેતલ વાઘેલા પ્રથમ, ભરાડ ઉર્વશી દ્વિતિય અને ઝાખરા અકસા તૃતિય ક્રમે રહ્યા હતા. નિબંધ સ્પર્ધામાં ઝાખરા અક્સા પ્રથમ, નિમાવત કૃપા દ્વિતિય અને દાફડા હિરલ તૃતિય ક્રમે રહ્યા હતા. ફાઈલ મેકિંગ સ્પર્ધામાં ઝાખરા સાનિયા પ્રથમ, ટાપણીયા હિરલ દ્વિતિય અને દાફડા ધર્મિષ્ઠા તૃતીય ક્રમે રહ્યા હતા. પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ગોંડલિયા મમતા પ્રથમ, દાફડા વનિતા દ્વિતિય અને ધારા મકવાણા તથા સોજીત્રા કૃશાલી તૃતિય ક્રમે રહ્યા હતા. વકતૃત્વ સ્પર્ધામાં ઝાખરા અક્સા તૃતિય ક્રમે રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.હરિતાબેન જોશી અને પ્રા. ડો.કે.પી. વાળાએ કર્યું હતું. કોલેજના પ્રિન્સીપાલ ચાવડા સાહેબે સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતિ વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં “હિન્દી સપ્તાહ “ની ઉજવણી કરવામાં આવી …

Recent Comments