સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કન્યા કેળવણી ક્ષેત્રે અનોખી પહેચાન ધરાવતાં શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સ્વચ્છતા અને શ્રમદાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે “સ્વચ્છતા અને શ્રમદાન” કાર્યક્રમ અંતર્ગત શાળા પરિવાર દ્વારા સમગ્ર શાળા પરિસર, વર્ગખંડો , બગીચાના વૃક્ષો, કુંડાઓ તેમજ આસપાસના વિસ્તારની ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં સ્વચ્છતા એ રાષ્ટ્રીય સ્વભાવ બનવો જોઈએ.
આમ તો શહેર ઘર કે મહોલ્લાની સફાઈ સુઘડ અને સ્વચ્છ હોય તો સાચા અર્થમાં એ જ આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી ગણાય. આ તકે શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયા દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા વિશે વિસ્ત્તૃત છણાવટ કરી વિશદ સમજ આપવામાં આવી હતી. તદુપરાંત બાહ્ય સ્વચ્છતા સાથે આંતરિક સ્વચ્છતા માટે પણ વિદ્યાર્થીનીઓને ભાર પૂર્વક સમજ આપવામાં આવી હતી. આ શ્રમદાન કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, સુપરવાઈઝર નીતાબેન ત્રિવેદી આચાર્યા ઉષાબેન તેરૈયા તથા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ખંતપૂર્વક શ્રમદાન કરવામાં આવ્યું હતું.
Recent Comments