નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સહયોગથી એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર અંગે સેમિનારનું આયોજન થયેલ. એક્યુપ્રેશર સેમિનારની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયાએ પ્રાસંગિક ઉદબોધન કરી જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ- મુંબઈથી પધારેલ સેમિનારના મુખ્ય વક્તા શ્રી નવનીતભાઈ શાહ (ગુરુજી), શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ જોશી, યોગાચાર્ય શ્રીમતી ગીતાબેન જોશી, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડો.શ્રી પ્રકાશભાઈ કટારીયાનું પુષ્પગુચ્છ તથા શબ્દોથી સ્વાગત કરેલ.
શ્રી ભરતભાઈ જોશીએ સેમિનારના મુખ્ય વક્તા શ્રી ગુરુજી વિશે ટૂંકો પરિચય આપેલ. ત્યારબાદ ગુરુજીએ એક્યુપ્રેશર પદ્ધતિ શું છે? સામાન્ય તથા જટિલ રોગોની સારવાર કઈ રીતે શક્ય છે? નસનાડીના પ્રેશરથી સામાન્ય રોગોમાં કઈ રીતે તુરંત રાહત મેળવી શકાય? વગેરે બાબતો અંગે મૌખિક ચર્ચા સાથે ડેમોસ્ટ્રેશન પણ આપેલ. વિદ્યાર્થીઓ અભ્યાસ અને પરીક્ષામાં કઈ રીતે એકાગ્રતા કેળવી શકે? પોતાના અર્ધ જાગૃત મન પાસેથી કઈ રીતે કામ લઈ શકે? તે બાબતે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર કઈ રીતે આપી શકાય તે માટે ગુરુજીએ પ્રત્યક્ષ પદ્ધતિ દ્વારા ડેમોસ્ટ્રેશન પણ આપેલ.કાર્યક્રમના અંતે પ્રિ.ડો.એસ.સી. રવિયાએ સેમિનાર માટે નિમિત બનેલ શ્રી ભરતભાઈ જોશી, શ્રી ગીતાબેન જોશી તથા ડો.શ્રી પ્રકાશભાઈ કટારીયાનો આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું
Recent Comments