અમરેલી

સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં લોકસાહિત્યકાર  પ્રવીણભાઈ વ્યાસનો કાર્યક્રમ યોજાયો

પ્રવીણભાઈ વ્યાસનો પરિચય આપેલ. ૨૦૦૦૦ થી વધુ પુસ્તકોનું વાંચન કરનાર લોક શિક્ષક  પ્રવીણભાઈ વ્યાસ છેલ્લા પચાસ વર્ષથી લોક સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે તે વિશે વાત કરેલ. કાર્યક્રમના મુખ્ય વક્તા  પ્રવીણભાઈ વ્યાસે લોક સાહિત્યની ખૂબ જ રસપ્રદ વાતો કરેલ.નરસિંહ મહેતા,પાનબાઈ, કબીર,દાદા મેકરણ,જોગીદાસ ખુમાણ, સૌરાષ્ટ્રના સંતો વગેરે અનેકના જીવન કવન પર દ્રષ્ટાંતો સાથે દુહા છંદની રમઝટ બોલાવતા સંસ્કૃતિને ઉજાગર કરે તેવી લોકસાહિત્યની અઢળક વાતો સતત બે કલાક સુધી કરી વિદ્યાર્થીઓને રસ તરબોળ કરેલ.કાર્યક્રમના બીજા ભાગમાં હાસ્યરસની પણ વાતો કરી વિદ્યાર્થીઓને આનંદ કરાવેલ.

કાર્યક્રમના અંતે ભાષાના ઊંડા અભ્યાસી ડો.પ્રો.એમ.જે. પટોળીયાએ લોકસાહિત્ય જીવનના ઘડતરમાં કઈ રીતે ઉપયોગી છે? તે વિશે વાત કરેલ તેમજ લોકસાહિત્યનો મર્મ જાણતા ડો.પ્રો.બી.ડી.વરૂએ આભાર વિધિમાં લોક સાહિત્યની વાતો સાથે આ કાર્યક્રમમાં નિમિત બનેલ  પ્રતાપભાઈ ખુમાણને યાદ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ ગણે  જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું

Related Posts