શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી . ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામા કાલિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લીલીયાની ગવર્મેન્ટ કોલેજના અધ્યાપક ડો. કેતનભાઈ કાનપરીયા તથા પ્રા. સુભાષ ભાઈ ઓડેદરા અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા આજરોજ તારીખ. ૨૭/૬/૨૦૨૩ના દિવસે પ્રભાતે કોલેજમાં મેઘદૂત પર રંગોળી તથા પોસ્ટર પ્રોજેક્ટ વર્ક તથા ચિત્ર અને પદાર્થ પ્રદર્શન યોજવામાં આવેલ.કાર્યકારી આચાર્ય શ્રી ચાવડા સાહેબ દ્વારા મહેમાનોનું સ્વાગત અને પરિચય આપવામાં આવેલ તથા વાઘેલા હેતલ તથા ખીમસુરીયા એકતાએ કાલિદાસ પર વક્તવ્ય રજૂ કર્યું હતું કોલેજમાં અભ્યાસ કરતી બહેનો દ્વારા સંસ્કૃત ભાષામાં ગીત રજૂ થયેલ. ડો કેતનભાઈ કાનપરીયાએ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય વચ્ચેનું ઋણાનુબંધ. વિષય પર વકતવ્ય આપ્યું હતું તથા પ્રા.સુભાષભાઈ ઓડેદરાએ સાયબર ક્રાઇમ અને મહિલાઓ. વિશે વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન પ્રા ડો. પ્રતિમા એમ. શુકલ દ્વારા કરવામાં આવ્યું તથા આભાર દર્શન પ્રા કે.બી . પટેલ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને નુતન કેળવણી મંડળના વિભાગીય ટ્રસ્ટીશ્રી કનુભાઈ ગેડીયાએ ટેલીફોનીક શુભકામનાઓ પાઠવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફગણનો સહયોગ મળ્યો હતો
સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કાલિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી

Recent Comments