સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસવી દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ તકે મામલતદાર ઓફિસના પ્રતિનિધિરૂપ નરેન્દ્રભાઈ જોશી તથા સતિષભાઈ પાંડે ઉપસ્થિત રહ્યા આ તકે શાળાના પ્રિન્સિપાલ બહેન ઉષાબેન તેરૈયાએ મહેમાનોને અવકારીને મતદાન શા માટે જરૂરી છે.? જેવી અર્થસભર માહિતી ભાવિ મતદાતા બહેનોને આપી તો વિદ્યાર્થીની બહેનોના પ્રતિનિધિરૂપ ધોરણ ૧૨ ની બહેનો મહેતા અસ્મિતા તથા કનોજીયા તમન્ના અને ધોરણ ૧૧ની મહેતા પરમેશ્વરીએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા શાળાના સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદીએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સંચાલન શ્રી સંગીતાબેન પરમારે કર્યું
તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવારે પોતાનું યોગદાન અર્પણ કર્યું. આ તકે મતદાતાઓને જાગૃત કરવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું તેમાં ૩૮ બહેનોએ ભાગ લીધો તેમાંથી શ્રેષ્ઠ ૧૧ ચિત્રો પસંદ કર્યા ભાગ લેનાર દરેક બહેનોને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો અને ભાવી નાગરિકો મતદાન પ્રત્યે જાગૃત બને નો ઉદ્દેશ્ય પૂર્ણ થયો.
Recent Comments