સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં પ્રાંત અધિકારી ધારાબેન ભાલાળાનાં અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યક્રમ યોજાયો. ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામા ૩૭માં વેલકમ ડે ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષે કોલેજમાં નવી પ્રવેશ મેળવતી વિદ્યાર્થીની બહેનોને આવકારવા વેલકમ ડે ની ઉજવણી કરવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીની બહેનોને ઇનામ વિતરણ તથા કોલેજના ક્લાર્ક શ્રીમતી રેખાબેન દેસાઈ વય નિવૃત થતાં તેઓનો વિદાય સમારંભ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી ધારાબહેન ભાલાળાની ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા. જેમાં SBI ના મેનેજર ઠાકુર સાહેબ, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા, જાબીરભાઈ ચૌહાણ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના રાજુભાઈ શિંગાળા તેમજ રવૈયા સાહેબ, પાર્થભાઈ ગેડિયા, ગૌરાંગભાઈ જાની, ભાવેશભાઈ બોરીસાગર , કુરેશી સાહેબ, રોહિતભાઈ હાજર રહ્યા હતા. કોલેજમાં અભ્યાસ કરતી બહેનો દ્વારા નવી પ્રવેશ મેળવેલ બહેનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ. તેમજ તેજસ્વી વિદ્યાર્થીની બહેનોને સન્માનિત કરવામાં આવેલ. સાથે સાથે કોલેજના ક્લાર્ક રેખાબેન દેસાઈ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ ગોઠવવામાં આવેલ. ધારાબેન ભાલાળા દ્વારા વિદ્યાર્થીની બહેનોને સ્ત્રી સશક્તિકરણ વિશે પ્રેરિત કરવામાં આવેલ. અંતમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચાવડા સાહેબ તથા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.
Recent Comments