તારીખ ૨/ ૮ /૨૦૨૩ના રોજ સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા કોલેજના દાતા સ્વ. ધીરુભાઈ ઘેલાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમને આદરપૂર્વક યાદ કરી અને પુષ્પાંજલિ આપવામાં આવી. કોલેજના પ્રા. છાયાબેન શાહે સ્વ. ધીરુભાઈ ઘેલાણીના સાવરકુંડલાની સંસ્થાઓમાં યોગદાનને યાદ કરવામાં આવ્યું તથા કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓ માટેની તેમની લાગણીને પણ યાદ કરવામાં આવી.
કોલેજમાં અત્યાર સુધીમાં અનેકવિધ રીતે સખાવત કરીને કોલેજની પ્રગતિમાં તેમણે તથા તેમના સુપુત્રી શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી/ કામદારને પણ યાદ કરવામાં આવ્યા. કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે શ્રદ્ધા સુમન અર્પણ કરતા સ્વર્ગસ્થ ધીરુભાઈ ઘેલાણીના અનેક ગુણો અને કાર્યોને યાદ કર્યા. કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓએ જોડાઈને સ્વ. ધીરુભાઈ પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યા.


















Recent Comments