અમરેલી

સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી ગોસ્વામી મંત્ર જિલ્લા કક્ષાએ યોજાયેલ

યુવા  મહોત્સવમાં લોકવાદ્ય (ઢોલ) સ્પર્ધામાં પ્રથમ નંબરે તથા શાસ્ત્રીય તબલા વાદનમાં બીજો નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું.  જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા  તા૩/૯/૨૦૨૩ ના રોજ અમરેલી ખાતે જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ સ્પર્ધાનું  આયોજન કરેલ તેમાં શ્રી જે વી મોદી હાઇસ્કુલ સાવરકુંડલાનો વિદ્યાર્થી ગોસ્વામી મંત્ર લોકવાધ્ય ( ઢોલ ) સ્પર્ધામાં પ્રથમ નંબરે અને શાસ્ત્રીય તબલા વાદનમાં બીજા નંબરે  વિજેતા થતાં શાળાના પ્રિન્સીપાલ શ્રી આશિષભાઈ જોષી અને શાળા પરિવાર તરફથી અભિનંદન આપી આગામી દિવસોમાં યોજાનાર પ્રદેશકક્ષાના યુવા મહોત્સવમાં નંબર પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપેલ

Related Posts