સાવરકુંડલા શહેરમાં પણ આજરોજ તુલસી વિવાહનો અનોખો માહોલ જોવા મળે છે.કંકુ છાંટી કંકોત્રી મોકલી જેવા રૂડા લગ્ન ગીતો વચ્ચે ઠાકોરજી સાથે તુલસીજી લગ્નનાં પવિત્ર બંધનથી બંધાશે. આ પાવન પ્રસંગે શહેરમાં ઠેર ઠેર શેરડીના સાંઠાનું વેચાણ.. તુલસી વિવાહ બાદ શરૂ થશે લગ્નસરાની મોસમ.
આજે સાવરકુંડલા શહેરમાં પણ દેવદિવાળી.. આજે તુલસી વિવાહ પ્રસંગે ઠાકોરજીની જાન રંગે સંગે રાત્રે પરણવા નીકળશે. ગામડાંઓમાં તો આજે લગ્ન વિવાહનો અનોખો માહોલ જોવા મળે છે. લોકો પણ આ પાવન પ્રસંગે ફટાકડા ફોડીને દેવદિવાળીનું પર્વ હરખથી ઉજવશે. શહેરમાં આજે શેરડીના સાંઠાનું ઠેર ઠેર વેચાણ થતું જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં આ પર્વને દેવઉઠી અગિયારસ, પ્રબોધીની એકાદશી અને તુલસી વિવાહના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગે છે તેથી દેવઉઠી એકાદશી, પ્રબોધીની એકાદશી અથવા મોટી અગિયારસ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં દેવ પ્રબોધીની એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. આજે તુલસી વિવાહના પર્વ બાદ લગ્નસરાની મોસમ પણ શરૂ થઈ જતી હોય છે.
Recent Comments