fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં પણ આ ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર ગણેશજીની પધરામણી અને સ્થાપન. ગણેશ ચતુર્થી મહોત્સવ કલ આજ ઔર કલ. 

આમ તો આજથી પચાસ વર્ષ પહેલાં ગુજરાતમાં તો મોટેભાગે વૈશાખ મહિનાની સુદ ચતુર્થી એ ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવતી. સામાન્ય રીતે આ સમય દરમિયાન નવા ઘઉં લોકોના ઘરમાં આવતાં એટલે આ નવા ઘઉંના ચૂરમાના લાડું ગણેશજીને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવતાં. આ દિવસે ગણેશજીનું પૂજન અર્ચન ખૂબ ભાવ અને શ્રધ્ધા સાથે કરવામાં આવતું. ઘરના દરવાજે લાભ શુભ પણ લખવામાં આવતું. અને ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવતી.. લગભગ વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી પર્વ ભાદ્રપદ સુદ ચતુર્થી એ ગણેશ મહોત્સવનું આયોજન થતું. આમ તો આ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ મહોત્સવનો પ્રારંભ આઝાદી કાળ પહેલાં લોકમાન્ય બાળગંગાધર તિલક દ્વારા કરવામાં આવેલ.

આ નિમિત્તે પણ લોકો એકત્રિત થાય અને લોકોની ધર્મ ભાવના પ્રબળ બને અને ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવાનું પ્રેરણા બળ પ્રાપ્ત થાય સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ વાતને વેગ મળે એ ઉદ્દેશથી આ મહોત્સવ યોજવામાં આવેલ. ધીમે ધીમે મહારાષ્ટ્રમાં ઉજવાતાં ગણેશ મહોત્સવનો રંગ ગુજરાતને પણ લાગ્યો. આમ તો બોલીવુડની મોટી હસ્તીઓને પણ ગણેશજીની  પધરામણી અને સ્થાપન કરતી જોઈને કે પછી દેખાદેખીને કારણે જ સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ મહોત્સવ ઉજવાવાનો પ્રારંભ થયો હશે. હજુ પણ જૂના રીતી રિવાજોમાં માનનાર લોકો વૈશાખ મહિનાની  સુદ ચતુર્થીએ ગણેશ ચતુર્થી તરીકે ગણેશજીનું પૂજન અર્ચન ખૂબ ભાવ અને આસ્થાભેર કરે છે.

જો કે હવે તો સાંપ્રત સમયમાં ગણેશ મહોત્સવે ઘણું આધુનિક સ્વરૂપ લીધું છે એટલે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સાથે અદ્યતન બેંડ પાર્ટી સાથે ભક્તોના વિશાળ કાફલા સાથે ગણેશજીની શોભાયાત્રા પણ નીકળે છે.. ટૂંકમાં કહીએ તો સમય પ્રમાણે રીત રિવાજ, ધાર્મિક આસ્થાઓ પણ બદલાતી હોય તેવું લાગે છે. જો કે ગણેશજીના  જીવનની વાતો પરથી આપણે તો એ શીખવાનું છે. આજના યુગમાં જીવનમાં તથા આસપાસ બનતી ઘટનાઓને બારીકાઈથી નિહાળવા માટે તીક્ષ્ણ દ્રષ્ટિ સાથે  પરિસ્થિતિનું સચોટ પૃથક્કરણ કરવું. તેમજ પરિસ્થિતિને પામવા માટે નીર ક્ષીરનો વિવેક હોવો જોઈએ. અને આપણાં જીવનમાં આવતી સારી મોળી ઘટનાને પચાવવાની તાકાત પણ કેળવવી પડશે. તો કોઈ પણ વાતને શાંત ચિત્તે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યા વગર સાંભળી પરિસ્થિતિનો યોગ્ય નીકાલ કરવો.ગણેશજી વિઘ્ન હર્તા છે એ સારને મનમાં સાર્થક કરી કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ ગણેશજીના આશીર્વાદ લઈને કરવો એ જ ગણેશ ચતુર્થી નિમિત્તે સૌને જય શ્રી ગણેશ.

Follow Me:

Related Posts