સાવરકુંડલા શહેરમાં પવિત્ર રમજાન માસમાં માત્ર છ વર્ષની ઉંમરે રોજું રાખ્યુ
સાવરકુંડલા શહેરમાં પવિત્ર રમજાન માસમાં માત્ર છ વર્ષની ઉંમરે રોજું રાખ્યુ. હફીઝ સોયબભાઈ શેખ નામના બાળકે જીંદગીનું પ્રથમ રોજું રાખ્યું. પવિત્ર રમજાન માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આમ તો રમજાન માસમાં રોજા રાખવાનું એક અનેરું મહત્વ હોય છે. એમાં પણ માત્ર છ વર્ષની ઉંમરે પણ રોજા રાખીને જીવનમાં પવિત્રતા જળવાઈ રહે અને ધર્મના આચરણને વધુ બળ પ્રાપ્ત થાય એ બાબત પણ નોંધનીય છે.
ઉત્સવો અને તહેવારોનું તમામ ધર્મોમાં ખૂબ મહત્ત્વ હોય છે. આ રમજાન માસમાં સાવરકુંડલા શહેરના છ વર્ષના હફીઝ સોયબભાઈ શેખ નામના બાળકે પોતાના જીવનનું પ્રથમ રોજું રાખીને પોતાના પરિવારનું તથા મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે. આમ ગણીએ તો દરેક ધર્મમાં વ્રત ઉપવાસ ઇબાદત પ્રાર્થનાનું અનેરું મહત્વ હોય છે.
Recent Comments