અમરેલી

સાવરકુંડલા શહેરમાં પેવર રોડ બનવાનો હોય તે સંદર્ભે યોગ્ય કાર્યવાહીનો પ્રારંભ. 

અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન મુજબ નગરપાલિકા પ્રમુખશ્રી તૃપ્તિબેન રાજુભાઈ દોશી સુચનાથી આજરોજ સાવરકુંડલા પોલીસ સ્ટેશનથી લઈને રેલવે સ્ટેશન નવો પેવર રોડ બનવાનો છે તેની સાફ સફાઈ  તેમજ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા કરાવવામાં આવેલ. આ તકે સાવરકુંડલા નગરપાલિકાના એન્જિનિયર શ્રી તથા સેનિટેશન વિભાગનો સ્ટાફ અને શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, સાવરકુંડલા ન.પા. શાસક પક્ષના નેતા મેહુલભાઈ ત્રિવેદી, ન પા. સદસ્ય કિશોરભાઈ બુહા, તેમજ અનિલભાઈ ગોહિલ ઉપસ્થિત રહીને કામગીરીની ચકાસણી કરી હતી.

Related Posts