અમરેલી

સાવરકુંડલા શહેરમાં પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં નવરાત્રિ પર્વની ઉત્સાહપૂર્ણ માહોલમાંધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં નવલાં નવરાત્રિ નિમિત્તે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ આસનાની તથા આચાર્યાશ્રી કોમલબેન આસનાનીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ શાળાના વિદ્યાર્થીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી. છેલ્લે આ પાવન પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવેલ. સમગ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા, મેનેજીંગ ટ્રસ્ટી તથા શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related Posts