અમરેલી

સાવરકુંડલા શહેરમાં ભરઉનાળે ચોમાસું કમોસમી માવઠાનો માર હવે ક્યાં સુધી સહન કરવો 

આ વરસાદી માહોલ એટલે માવઠું? તારીખ પે તારીખ વધારતું જ જાય છે..સતત છેલ્લા ત્રણ દિવસથી તૈ જાણે ચોમાસાનો અષાઢી માહોલ હોય તેવું વાતાવરણ. ધરતીપુત્રો હવે બે હાથ જોડીને વિનંતી કરે છે હવે હાંઉ કરો..  બદલતુ આ ઋતુચક્ર હવે કોઈ સારા સંકેત તો નથી આપતું.. આજરોજ તો બપોરે બાર આસપાસ જ વાદળિયું વાતાવરણ અને પવન સાથે વરસાદ.. લોકોને પણ  હવે એ નથી સમજાતું કે ભરઉનાળામાં છત્રી અને રેઈનકોટ સાથે રાખીને  બહાર નીકળવું કે કેમ? .. આ વખતે તો ઘઉં, કેરી તો પલળેલી જ ખાવાની..

Related Posts