અમરેલી

સાવરકુંડલા શહેરમાં ભર શિયાળે શાકભાજીના ભાવ આસમાને

શાકભાજીના ભાવમાં કમરતોડ ભાવ વધારો. કમોસમી માવઠાની વ્યાપક અસર. ગરીબ વર્ગને બે છેડા ભેગા કરવા ભારે હાડમારી વેઠવી પડે તેવી સ્થિતિ. ગૃહિણીઓના રસોડાના બજેટ અસ્તવ્યસ્ત.. દેશનાં શેરમાર્કેટમાં તેજી, પરંતુ આમજનતા માટે મોંઘવારી અભિશાપ સમાન.. સાવરકુંડલા શહેરમાં હાલના સમયમાં ભર શિયાળે શાકભાજીના ભાવ આસમાને..!! ગરીબ વર્ગને તો હવે બે ટંકના  શાકભાજી ખરીદવા માટે ભારે મુશ્કેલી.. બટાકા, ટામેટાં રીંગણાં, દુધી જેવા શાકભાજી પણ મોંઘા દાટ.. શાકભાજીના વિકલ્પ તરીકે કઠોળના ભાવમાં પણ વધારો.

એક તો કમરતોડ ભાવવધારો અને એમાં પણ માવઠાંને લીધે ખેતી ક્ષેત્રે થયેલું  નુકસાન. ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તો પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ.. માવઠાંને કારણે શીંગતેલના ભાવમાં પણ વધારો. દેશનાં  શેરમાર્કેટમાં તેજી પરંતુ ગરીબ વર્ગના લોકોને પેટ ભરવું પણ કપરું.. આમ ગણીએ તો શિયાળામાં સામાન્ય રીતે લીલાં  શાકભાજીનું ઉત્પાદન મબલખ થતું હોય છે. પરંતુ આ વખતે કમોસમી વરસાદે કઠણાઈ સર્જી..સખત મહેનત કરીને જીવન વ્યતીત કરતાં ગરીબ વર્ગ પર જાણે વીજળી પડી હોય તેવી હાલત.

Related Posts