અમરેલી

સાવરકુંડલા શહેરમાં ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઐતિહાસિક રક્તતુલા થવા જઈ રહી છે તેની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

સાવરકુંડલા શહેરમાં ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઐતિહાસિક રક્તતુલા થવા જઈ રહી છે તેની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા દ્વારા આ કાર્યક્રમ યોજાનાર હોય છેલા બે માસથી ૨૫૦ જેટલા સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે રક્તદાન માટે કરેલી અપીલને અનુસંધાને અત્યાર સુધીમાં ૧૩૦૦  જેટલા રકતદાતાઓએ આજ સુધીમાં રક્તદાન કરવા નું રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. રક્તદાન કરનાર કરદાતાઓ માટે સો જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને ભાવનગર તેમજ અમરેલી જિલ્લાની સાત જેટલી બ્લડ બેન્ક ને આમંત્રણ આપવામાં આવ્યું છે તમામ બ્લડ બેંકોને ૨૦૦ ઉપરાંત બોટલ રક્ત આપવામાં આવશે જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી.. શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી.. વેદ વોલન્ટરી બ્લડ બેન્ક અમરેલી.. નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબી અને ભાવનગર બ્લડ બેન્ક. નાથાણી બ્લડ બેન્ક રાજકોટ.. નવકાર બ્લડ બેન્ક મહુવા ઉપસ્થિત રહેશે. રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ ને આકર્ષક અને સરપ્રાઈઝ ગિફ્ટ તો આપવામાં આવશે પરંતુ રૂપિયા બે લાખ ના વિમા કવચ કી સુરક્ષિત પણ કરવામાં આવશે જોકે રક્તદાન કરનાર રક્તદાતાઓ જ નહીં પરંતુ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ લોકોને રૂપિયા બે લાખનું વીમા સુરક્ષા કવચ આપવામાં આવશે અને સુરેશ ભાઈ પાનસુરીયા ના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં અંદાજે ૮ હજારથી વધારે લોકો આવશે જેના વીમા સુરક્ષા પોલીસી વ્યવસ્થા માટે ૧૦  ઉપરાંત ટેબ્લો ગોઠવવામાં આવ્યા છે  સી.આર.પાટીલ ની રક્તતુલા અને કાર્યક્રમ માટે ૯૦ ×૨૦૦ ફૂટ નો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે ઉપરાંત બંને સાઇડે ૪૫ ×૨૦૦ ફૂટ ની અલગ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે કાર્યક્રમ બાદ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે જે જેના માટે ૨૦૦ જેટલા ગાળા નાખી ૮ થી ૧૦ હજાર લોકોની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. વ્યવસ્થાના ભાગરૂપે સુરેશ ભાઈ પાનસુરીયા ની ટીમ દ્વારા દરેકને એન્ટ્રી પાસ આપવામાં આવશે આ એક ઐતિહાસિક રક્તતુલા ના કાર્યક્રમ માટે સુરેશ ભાઈ પાનસુરીયાની ૧૨૦૦ ઉપરાંતની સ્વયંસેવકોની ટીમ વ્યવસ્થા જાળવશે સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમમાં આવનાર વિકલાંગો માટે બેઠક વ્યવસ્થા અલગ રાખવામાં આવી છે અને દરેક વિકલાંગોને એક ડાઇનિંગ ટેબલ અને બે ખુશીનો સેટ ભેટ આપવામાં આવશે જોકે કાર્યક્રમ સ્થળે મુશ્કેલી ન પડે એ માટે ડાઇનિંગ ટેબલ અને  બે ખુરશી નો સેટ ભેટ આપવાનું છેલ્લા એક મહિનાથી શરૂ કરી દીધેલ છે અને તંદુરસ્ત વિકલાંગો પણ રક્તદાન કરશે. જોગીદાસ બાપુ ની આ ઇતિહાસિક સાવરકુંડલાની ભૂમિ ઉપર ઐતિહાસિક રક્તદાન અને રક્તતુલા થઇ રહી છે ત્યારે સાવરકુંડલા હંમેશા અમરેલી જિલ્લામાં રક્તદાનમાં મોખરે રહ્યું છે પરંતુ આ કાર્યક્રમ બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરનાર આ કાર્યક્રમ ઐતિહાસિક બની રહે છે તેઓ સુરેશ પાનસુરીયા અને વિશ્વાસ છે

આમાં મહારક્તદાન કાર્યક્રમના રક્તતુલા કાર્યક્રમમાં સુરત અમદાવાદ વડોદરાથી રક્તદાતાઓને શુભેચ્છકો ને આવવા જવા માટે પાનસુરીયા ગ્રુપ તરફથી સ્પેશિયલ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઉપરાંત આ ઐતિહાસિક રક્તદાન કાર્યક્રમ અને રક્તતુલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો માં અધ્યક્ષ સ્થાને પ્રદેશપ્રમુખ આર પાટીલ કાર્યક્રમ ઉદ્ઘાટક કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને અતિથિ વિશેષ તરીકે દિલીપભાઈ સંઘાણી. ભરતભાઇ બોઘરા. આર.સી. મકવાણા.. વિનોદભાઈ ચાવડા.. રઘુભાઈ હૂંબલ.. સુરેશભાઈ ગોધાણી.. કૌશિક ભાઈ વેકરીયા.. નારણભાઈ કાછડીયા ..ધર્મેન્દ્રસિંહ જાડેજા.. રેખાબેન મોવાલિયા.. અમરશીભાઈ ખાંભળીયા અને જે.વી. કાકડિયા  ઉપસ્થિત રહેશે ઉપરાંત અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયતના તમામ ચેરમેનશ્રીઓ અને સદસ્યશ્રીઓ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ અને તેમની તમામ ટીમ તાલુકા અને શહેર ભાજપના તમામ હોદ્દેદારો તાલુકા પંચાયત સાવરકુંડલાના પણ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેનાર છે આ ઉપરાંત સંતોની પણ પાવનકારી ઉપસ્થિત રહેશે જેમાં પરમ પૂજ્ય સ્વામી નૌતમપ્રકાશદાસજી.. મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ ..પાળીયાદ જગ્યા ના પૂજ્ય ભયલુંબાપુ સતાધાર ગાદીપતિ વિજય બાપુ ..ફતેપુર ભોજલરામ જગ્યાના મહંત શ્રી ભક્તિરામ બાપુ .શિવ દરબાર આશ્રમ ના પૂ. ઉષા મૈયા.. બગદાણા આશ્રમ થી પૂજ્ય મનજી બાપા.. સાવરકુંડલા મનોરોગી આશ્રમના પૂજ્ય ભક્તિ રામ બાપુ.. ખોડીયાર મંદિર નેસડી  થી લવજી બાપુ.. બોધરીયાણી ખોડીયાર મંદિર થી મહેશ દાસ બાપુ અને કબીર ટેકરી ના નારાયણદાસ બાપુ ની ખાસ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેરના રત્ન કલાકારો તેમજ સાવરકુંડલા શહેરની વિવિધ જ્ઞાતિના અગ્રણીઓને જ્ઞાતિજનો ઉપરાંત શહેરીજનો ઉત્સુક છે અને પૂરો સહકાર આપી રહ્યા છે સાવરકુંડલાના અમરેલી રોડ થી અગિયારસો ઉપરાંત બાઇકસવારોની રેલી થી સી આર પાટીલ નું સ્વાગત કરવામાં આવશે જે કાર્યક્રમ સ્થળે હાથસણી રોડ પર આવેલ આંખની હોસ્પિટલ સુધી જોશે શહેરમાં ચારે તરફ કેસરિયા છવાઈ ગયો છે ત્યારે આ એક ઐતિહાસિક કાર્યક્રમની સાક્ષી બનવા અનેક રક્તદાતાઓ અને લોકો દૂરથી આ કાર્યક્રમમાં પધારવા ઉત્સુક છે.

Related Posts